હિન્દ ન્યૂઝ, માંગરોળ
હવામાન ખાતાની વાવાઝોડા ની આગાહી ને લઈ જુનાગઢ કલેકટર સૌરભ પારઘી દ્વારા બેઠક બોલાવી વાવાઝોડું સામે ની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા તમામ વિભાગના અધિકારીઓ ની સંકલન બેઠક બોલાવવામાં આવી હતી. માંગરોળ અને માળિયા તાલુકા ને એલટ પર મુકી દેવામાં આવ્યો છે.જયા વાવાઝોડું ટકરાય તેવી શક્યતા ઓ વાળા 40 થી વધુ ગામોને અલગ તારવામા આવ્યા છે. આ તમામ ગામોમાં વસવાટ કરતા લોકો ને સ્થળાંતર કરવાની જરૂર પડે તો તે માટે ની પણ તમામ તૈયારીઓ તંત્ર એ પુરી કરી લીધી હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું છે. વાવાઝોડાને અસર ને લઈ તમામ બોટોને કિનારે બોલાવી લેવામાં આવી છે. ફિશીંગમાજવા માટેના તમામ ટોકનો બંધ કરી માંગરોળ બંદર પર 1 નંબર નુ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વાવાઝોડા થી અસરગ્રસ્ત વિસ્સ્તારના લોકોને સ્થળાંતર ની જરૂર પડે તો તંત્ર ને સહકાર આપવા કલેકટર અપીલ કરી છે.
રિપોર્ટર : ઝુબેર સૂરા, માંગરોળ