ડભોઈ અંબાવ બસ સ્ટેન્ડ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે મુદ્દામાલ સાથે ઝડપી પાડવામા એલ.સી.બી ને સફળતા

હિન્દ ન્યૂઝ, ડભોઇ

    આજરોજ ડભોઇ – વડોદરા રોડ ઉપર અંબાવ બસ સ્ટેન્ડ પાસે એલ.સી.બી ગ્રામ્ય ની ટીમ નું ચેકિંગ સઘન બનાવાયું હતું.અને બાતમી મળી હતી કે ડભોઈ – વડોદરા જવાના માર્ગ ઉપરથી એક એલ.પી.ટ્રક ભારતીય બનાવટનનો વિલાયતી દારૂ લઇજઈ રહી છે. જેમાં ભૂસાની બોરીઓ ભરેલી છે.તેવી બાતમી મુજબ ની ટ્રક આવી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસના જવાનો દ્વારા અટકાયત કરવામાં આવી હતી.જેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
   હાલમાં પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ વડોદરા તથા સુધીરકુમાર દેસાઈ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય નાઓએ દારૂ/જુગર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને પ્રોહી .ની હેરાફેરી/વેચાણ ની પ્રવૃત્તિઓને અંકુશ માં લેવા અને અસામાજિક પ્રવૃત્તિઓને સદંતર નેસ્ત નાબૂદ કરવા તથા ગેર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા ઈસમો પર વોચ રાખી નાકા બંધી કરી અસામાજિક પ્રવૃત્તિઓની માહિતી મળતાં જ તમામ અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તેના અનુસંધાન માં લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા અને વડોદરા ગ્રામ્ય દ્વારા તાબાના સ્ટાફ ને ઉપરી આદેશ ના સંદર્ભમાં સૂચનો આપતા જેને આધારે આજરોજ એલ.સી.બી સ્ટાફના અ. હે.કો મસૂલભાઈ દલાભાઈ, વિપુલકુમાર શિવસંકરભાઈ, બાદરભાઈ કાનજી ભાઈ, સિદ્ધરાજસિંહ સતુભા, વિજયકુમાર પુનમભાઈ અને વિનોદ કુમાર કિશનભાઇ દ્વારા ડભોઈ પો.સ્ટે ની હદના ડભોઈ – વડોદરા રોડ ઉપર અંબાવ બસ સ્ટેન્ડ પાસે નાકાબંધી કરી વાહન ચેકીંગની કામગીરી બજાવી રહ્યા હતા. તે દરમિયાન આ શંકાસ્પદ ટ્રક આવી ચડતા જેનો ગાંડી નંબર RJ-29-GA-7885. તેની તપાસ કરતા આ ટ્રકમાં ઉપરના ભાગમાં ભુસા ની બોરીઓ હતી અને જેની નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ જણાઈ આવ્યો હતો.જેથી ગાડી ચાલક અને ક્લીનર
(૧). હનુમાનરામ ભક્તારામ વિશ્રોઈ રહે. શિવ મંદિર નેડીનાડી, તા.ધોરીમાન્ના,જી.બાડમેડ,(રાજસ્થાન),
(૨). ભજનલાલ ભૂરારામ વિશ્રોઈ,રહે.શિવ મંદિર નેડીનાડી, તા.ધોરીમાન્ના,જી.બાડમેડ,(રાજસ્થાન), આ બંનેને ઝડપી પાડી ગાડીની અને તેઓ ની અંગ ઝડતી કરતાં તેઓ પાસેથી અને ગાડીમાંથી મોટો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નં-૮૫૦,બીયરની બોટલો નં-૧૬,૦૮૦, મોબાઈલ નંગ-૨ કિંમત:-૧૦,૦૦૦, રોકડા રૂ.૨૦૦૦, તાડપત્રી નં.૨ કિં.૦૦, બીલટી નંગ 1 ભુસાની બોરી નં-૨૦૦ કિં.૦૦, ગાડીના કાગળ ની ફાઈલ નં-૧ ,એલ.પી.ટ્રકનં-૧ કિં.૧૦,૦૦,૦૦૦ કુલ મળીને ૩૯,૧૮,૦૦૦ મુદ્દામાલ કબજે કર્યો હતો પરંતુ ડ્રાઇવર અને ક્લીનરની પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો કમલેશભાઈ વિશ્રોઈ રહે.જોધપુર અને પાલીની વચ્ચે લુણીગામ જેઓએ ભરી આપયો હતો અને દારૂનો જથ્થો મંગાવનાર નું નામ સરનામું જાણવા મળેલ નથી. પરંતુ ગાડીમાંથી પકડાયેલા કેટલાક માલ નો જથ્થો પણ ડુપ્લિકેટ હોવાનું પણ બહાર આવ્યું છે. જેમકે EPISODE GOLD WISKY જેના લેબલ ઉપર બેચ નંબર અને તારીખ લખવામાં આવેલી નથી. જેથી આ જથ્થો ડુબલીકેટ હોવાની શંકા છે. તેમજ પકડાયેલી ગાડી નો ચેસીસ નંબર અને ગાડીમાંથી પકડાયેલા આરસી બુક માં ચેસીસ નંબર બંને અલગ જણાઈ આવેલ છે અને પકડાયેલી બિલ્ટી પણ ખોટી હોવાની શંકા છે. જેથી ડભોઇ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૮,૪૮૨,૪૮૩,૧૨૦(B) પ્રો.હિ. એક્ટ ૬૫એ ૮૧,૮૩,૯૮(૨) મુજબ નો ગુનો નોંધી વધુ તપાસ અથેઁ પી.એસ.આઈ એમ.એમ. રાઠોડ કાઈમ બ્રાન્ચ ને વિગતો સોંપવામાં આવી છે અને આગળ ની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ

Related posts

Leave a Comment