દર્દીની સેવામાં તત્પર નીતાબહેનનો “હમ નહી રૂકેંગેનો કર્તવ્ય મંત્ર”

હિન્દ ન્યૂઝ, નડિયાદ

       કોરોનાની કપરી પરિસ્થિતીના કારણે ફરજ નિભાવવા માટે મેટરનીટી લીવ પુર્ણ થયાના બીજા દિવસથી છિપીયાલની નિતાબેન ડાભીએ મહેમદાવાદના હલદરવાસના ક્ષેત્રની ૧૦૮ એમ્યુલન્સની ડ્યુટી જોઇન્ટ કરી લીધી હતી. ઇએમટી નિતાબેને વ્હાલસોયી ૭ માસની પુત્રીને ચેપ ન લાગે તે માટે છેલ્લા ૧ માસથી સ્તનપાન કરાવી શક્યા નથી. રાત્રે ૮ કલાકે ઘરે જઇને લાડલી પુત્રીને સ્પર્શ કરી શકતા નથી તેમજ રમાડી શકતા નથી ત્યારે દુરથી જોઇને રમાડવાનો આનંદ વ્યક્ત કરીને ઘરની બીજી રૂમમાં આઇસોલેશન થઇ જાય છે, તેમ ઇએમટી નિતા બહેને જણાવ્યુ હતુ. કઠલાલ તાલુકાના છિપીયાલમાં રહેતા નિતાબેન અમરસિંહ ડાભી છેલ્લા ૧૦ વર્ષથી મહેમદાવાદના હલદરવાસના ક્ષેત્રે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઇએમટી (ઇમરજન્સી મેડીકલ ટેક્નીશીયન) તરીકે ફરજ બજાવે છે. તેણીના લગ્ન મહેમદાવાદના ઘોડાસર ગામમા થયા હતા. તેઓના પતિ રમેશભાઇ ખેતી કરે છે. આ કોરોનાના કપરા કાળની સ્થિતીના કારણે મેટરનિટી લીવ રજા પુર્ણ થયાના બીજા દિવસથી નિતાબેન ડાભીએ હલદરવાસ ૧૦૮ એમ્યુલન્સમાં ફરજ બજાવવાનુ શરુ કરી દિધુ છે. ઇએમટી નિતાબેન પિયર છિપીયાલમાં ૭ માસની પોતાની વ્હાલસોયી પુત્રી આરૂતીને છેલ્લા ૧ માસથી સ્તનપાન કરાવી શકતા નથી ૧૨ કલાકની ડ્યુટી પુર્ણ કરીને રાત્રે ઘરે જઇને પણ રમાડી શકતા નથી એક જ મકાનમાં રહેવા છતા આ નીતાબેન પોતાની ૭ માસની લાડલી દિકરીને ચેપ ન લાગી જાય તેની કાળજી લે છે.

સલામ છે આવા કર્તવ્યનિષ્ઠ ફરજ બજાવતા નિષ્ઠાવાન આરોગ્યકર્મીને તો આપણે સૌ તેઓને સાથ આપીએ એમની મહેનત એળે ન જવા દઇએ અને આપણે પણ કોરોના મહામારીમાં ધ્યાન રાખીએ સરકારની ગાઇડલાઇનનુ પાલન કરીએ તેમજ આરોગ્યકર્મીએ કરેલ મહેનતને બિરદાવીએ.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment