દિયોદર ગ્રામ પંચાયત દ્વારા આખા નગરમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર

    જિલ્લામાં કોરોના નો સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસ સુધી સંપૂર્ણ લોક ડાઉન જાહેર કર્યું છે ત્યારે ગ્રામ પંચાયત ના જાગૃત સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલા દ્વારા દિયોદર ને આરોગ્ય લેવલે સંપૂર્ણ કાળજી રાખવા દિયોદર નગર ની સફાઈ કામગીરી હાથ ધરી છે. સાથે નગર ની શેરીઓ સાથે નગરના હાર્દ સમા રસ્તાઓ પર સેનેટાઈઝ દ્વારા દવા છંટકાવ કરવામાં આવ્યો છે. સતત બે દિવસ સુધી ગામના મુખ્ય રસ્તાઓ પર સેનેટાઈઝ થી સજજ કરવામાં આવ્યા છે. કોઈ મહા મારી સામે આરોગ્ય ની ચિંતા કરી ગ્રામ પંચાયત દ્વારા પૂરતી વયવસ્થા પૂરું પાડી ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે દિયોદર તાલુકાની પ્રજાએ, વેપારીઓ ના સહકાર પણ આજે બીજા દિવસે જોવા મળી રહ્યો છે.. દિયોદર તાલુકાના સેવાભાવી સંસ્થા, વ્યક્તિઓ વિશ્વિક મહામારી મા સાથ સહકાર આપવા યથાગ.. પ્રયત્નો કરી રહ્યા છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment