હિન્દ ન્યૂઝ, વેરાવળ
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી જંગમાં યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની રાહબરી હેઠળ સંકલન સમિતિ ના જવાબદાર અગ્રણીઓ દ્વારા છેલ્લા 15 દિવસથી સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો ની પસંદગી બાબતે કમર કસી હતી અને આજ રોજ ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોની પસંદગીના કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થયેલ છે. આ વખતની ચૂંટણીમાં પાર્ટીના હિતને ધ્યાનમાં રાખી તટસ્થા પૂર્વક સર્વે જ્ઞાતિને ટિકિટો ફાળવી ઉમદા ઉદાહરણ પૂરું પડેલ છે.
ઉમેદવારોની પસંદગી બાબતે પ્રદેશ અગ્રણીઓ નુશરતભાઈ પંજા, જયકારભાઈ ચોટાઈ, વિક્રમભાઈ તન્ના, શહેર પ્રમુખ દિનેશભાઇ રાયઠઠા, બકુલ પટેલ, અશોકભાઈ ગદા, દેવેન્દ્રભાઈ મોતીવરસ સહિતના અગ્રણીઓએ રાત દિવસ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે ખારવા સમાજના યુવા અગ્રણીઓ મુસ્લિમ સમાજના વરિષ્ઠ અગ્રણીઓ સહીત દરેક સમાજના વરિષ્ઠ આગેવાનો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે પૂરા સાથ સાથે સમર્થન પુરી પાડી પક્ષની એકતાને ઉજ્વળ બનાવેલ અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તથા પ્રદેશ અગ્રણીઓ નુશરતભાઈ પંજા, જયકારભાઈ ચોટાઈ દ્વારા તમામ સમાજને સાથે રાખી ટિકિટો માટે પૂરતું પ્રાધાન્ય પૂરું પડાતા શહેરના મતદારોમાં આનંદની લાગણી ફેલાયેલ છે. એમ ઉમેદવાર પસંદગી સમિતિના સભ્ય ભગુભાઈ વાળા ની અખબારી યાદીમાં જણાવયું છે.
સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા