હિન્દ ન્યૂઝ, રાજપીપલા
નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેક્ટરાલય ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, ઇન્ચાર્જ જિલ્લા લેપ્રેસી અધિકારી ડૉ. હિરેનભાઇ પ્રજાપતિ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. એસ.એ.આર્ય સહિત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીના સભ્યઓની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં આગામી તા. ૩૦ મી જાન્યુઆરી થી ૧૩ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ દરમિયાન રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઇ હતી.
ઉક્ત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા અધિક નિવાસી કલેક્ટર એચ.કે.વ્યાસે જણાવ્યું હતું કે, સ્પર્શ લેપ્રેસી અવેરનસ કેમ્પેઇનનો માઇક્રોપ્લાન, જિલ્લા, તાલુકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ્યકક્ષાએ જન જગૃત્તિ અભિયાન થકી લોકોમાં જાગૃત્તિ આવે તે રીતના પ્રયાસ હાથ ધરવા તેમજ જે લોકોને ચામડી પર આછું, ઝાખું, રતાશ પડતું કે અન્ય કોઇ ચાઠું મળી આવે તો સઘન સારવાર નિયત સમયગાળામાં સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા, જિલ્લામાં લેપ્રેસીના દરદીઓનું સમયસર ફોલોઅપ લેવાની સાથે જિલ્લામાં લેપ્રિસીનો પ્રમાણદર ઘટ્યો હોવાની જાણકારી સાથે જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ વ્યાસે પુરૂં પાડ્યું હતું. ઇન્ચાર્જ જિલ્લા લેપ્રેસી અધિકારી ડૉ. હિરેનભાઇ પ્રજાપતિએ રક્તપિત્ત જન જાગૃત્તિ અભિયાનની કરેલા આયોજનની વિગતવાર જાણકારી પુરી પાડી હતી.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા