હિન્દ ન્યૂઝ, દિયોદર
બનાસકાંઠા જિલ્લા ના દિયોદર શાળા નંબર 2 ખાતે દિયોદર શહેર ની તમામ સેવાભાવી સંસ્થા ઓ તેમજ સેવાભાવી સંગઠનો, વહેપારી એસોસિએશન, સામાજિક સંગઠનો ના આગેવાનો અને પ્રમુખ ઉપ પ્રમુખ ની એક બેઠક નું આયોજન કરાયું હતું. જેમાં આગામી 26 મી જાન્યુઆરી એ દિયોદર શાળા નંબર 2 ખાતે એક વિશેષ મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું છે. જેમાં સોશિયલ ડિસ્ટન સાથે એક આ મહા રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં મહારકતદાન માં એકત્રિત થયેલ બ્લડ જેમાંથી 50 % દેશ ના જવાનો માટે તેમજ 50% બનાસકાંઠા અને પાટણ ની સરકારી બ્લડ ડોનેશન ને આપવામાં આવશે.
જેમાં આગામી 26 જાન્યુઆરી ના દિવસે યોજાનાર આ મહારક્તદાન કેમ્પ માં વધુ થી વધુ રક્ત એકત્રિત થાય તે માટે દરેક સેવાભાવી અને સામાજિક તથા તમામ એસોસિએશન દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર