ગીર સોમનાથ જિલ્લાના જનનાયક જે.ડી.સોલંકીનો સન્માન સમારોહ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના સામાજિક રાજકીય અગ્રણી પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ શ્રીમાન જે.ડી.સોલંકીનો સર્વ સમાજજોગ સંદેશ

ગીર સોમનાથ જિલ્લાના સર્વ સમાજના કર્મચારી દ્વારા સન્માન

એક વિચાર એક ભારત ગીર સોમનાથ જિલ્લા યુનિટ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ ના પ્રતિનિધિઓ દ્વારા સન્માન

                                             ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કર્મધર ગુજરાત ના સામાજિક રાજકીય અગ્રણી પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ શ્રીમાન જે.ડી.સોલંકી ની જિલ્લાના સર્વ સમાજના આગેવાનો, સંસ્થાઓ, કર્મચારીઓ તેમજ ગીર સોમનાથ જિલ્લા યુનિટ એક વિચાર એક ભારત દ્વારા અને વિવિધ વિસ્તારોમાં થી સમગ્ર જિલ્લાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રીમાન જે.ડી.સોલંકી દ્વારા સમાજમાં વ્યસન પ્રત્યે જાગૃતિ કેળવવામાં આવે તેમજ કર્મચારીઓ આ બાબતે પાયાની ભૂમિકા ભજવે તેમ જણાવ્યુ હતું.


                                           ઉલ્લેખનીય છે કે કોરોના ના કપરા કાળમાં પણ જીવના જોખમે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ કર્મચારીઓ દ્વારા સતત જનસેવાની કામગીરી કરવામાં આવી હતી. તે બાબતે સર્વે કર્મચારીઓ ને અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમની કામગીરી ની સરાહના કરવામાં આવી હતી. સામાજિક અગ્રણી જે.ડી.સોલંકી એ સમગ્ર જિલ્લામાં માત્ર અનુ.જાતિ સમાજના જ નહિ પણ સર્વ સમાજના લોકો ના પ્રતિનિધિ તરીકે કાર્ય કરતાં હોય તેમની ઉત્કૃષ્ટ કામગીરી બાબતે સર્વ સમાજના આગેવાનો તેમજ સ્વેચ્છિક સંસ્થાઓ ના પ્રતિનિધિઓ તથા સર્વ સમાજના કર્મચારીઓ તેમના સન્માન કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ આ બાબતે તેમણે સર્વેને સામાજિક અને જિલ્લાના ઉતરોતર વિકાસ માટે યોગ્ય ભૂમિકા ભજવી સર્વે નું કલ્યાણ થાય તેવી કામગીરી પોતાની નૈતિક ફરજ સમજી કરવા જણાવ્યુ હતું. તેમને વિશેષ માં જણાવ્યુ હતું કે આપણે સૌ બાબા સાહેબ આંબેડકરના વારસદારો છીએ. તેમની રાષ્ટ્રીય અને રાષ્ટ્રવાદી વિચારધારા નું આપણે સૌ એ અનુસરણ કરવું જોઈએ. તેમણે સર્વ સમાજના લોકોને વિનંતી કરતા જણાવ્યુ હતુ કે વધુમાં વધુમાં લોકો વ્યસન મુક્તિ બાબતે જાગૃત થાય અને એક સુવ્યવસ્થિત અને સુદ્રઢ સમાજનું નિર્માણ થાય માટે સર્વે એ સહકારથી તથા રાષ્ટ્રીય ભાવનાથી કાર્ય કરવું જોઈએ. તેમ તેમણે ખૂબ જ ભાવપૂર્ણ રીતે નિવેદન કર્યું હતું. તેમજ ગુજરાત ના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ તેમની ડો.બાબા સાહેબ આંબેડકર પ્રત્યેની ઉત્કૃષ્ટ ભાવના અને સંવિધાન પ્રત્યે ની જાગૃતિ અને જાળવણી બાબતની પણ સરાહના કરી હતી. શ્રીમાન જે.ડી.સોલંકી ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં તથા સમગ્ર જિલ્લાના લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે સતત કાર્યરત રહી જનનાયક તરીકે ભૂમિકા ભજવે છે. તેમની ત્રણ દશકાથી વધુ સમયની સામાજિક કામગીરી બાબતે જિલ્લાના અગ્રણીઓ તેમજ સર્વ સમાજના લોકો દ્વારા આજ રોજ શુભેચ્છા મુલાકાત લઇ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Related posts

Leave a Comment