ધારી દર મહિના ના પહેલા બુધવારે વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ નું આયોજન

હિન્દ ન્યૂઝ, ધારી

ધારી બજરંગ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ માં ઓપરેશન કરવા જતાં દર્દીઓને માર્કેટિંગ યાર્ડ ધારી ખાતે નાસ્તો કરાવી રાજકોટ રણછોડદાસ બાપુ હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવેલ. તારીખ 3/2/21 ને બુધવાર ના રોજ વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. તો ઓપરેશન ના લાયક વ્યક્તિઓએ માર્કેટિંગ યાર્ડ ધારી ખાતે હાજર રહેવું. આ કાર્યક્રમ દર મહિના ના પહેલા બુધવારે વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. આ કાર્યમાં ડૉક્ટર વાઘેલા, બજરંગ ગ્રુપ ના પરેશ પટ્ટણી, દુર્ગેશ ઢોલરિયા, મયુર જોશી, ધર્મેન્દ્ર લહેરૂ, રમેશ ભાઈ મકવાણા, જયુ ભાઈ જેઠવા અને ભયાભાઈ ધોબી હાજર રહી સેવા બજાવેલ છે.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment