હિન્દ ન્યૂઝ, દિયોદર
ઉતરાયણ ના હવે ગણતરી ના દિવસો બાકી છે જેમાં સેવાભાવી મહિલાઓ દ્વારા શ્વાન માટે લાડુ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં આજે દિયોદર નવી બજાર ખાતે ગૌસેવા મહિલા મંડળ દ્વારા શ્વાન માટે લાડુ અને ગાયો માટે ઘાસચારા નું આયોજન કરવામાં આવ્યું હતું આ બાબતે ગીતાબેન જણાવેલ કે દર વર્ષે અમો મહિલા ઓ એકઠી થઇ ઉતરાયણ પહેલા શ્વાન માટે લાડુ બનાવીએ છે.
જેમાં સોસાયટી અને આજુબાજુ માં શ્વાન ને લાડુ પીરસિયે છીએ છે. ત્યારે આ વખતે પણ અમો એ શ્વાન માટે અને ગાયો ને ઘાસચારા માટે આયોજન કર્યું હતું. જેમાં મહિલા મંડળ ના સભ્ય મોધીબેન કમલા બેન નીલમ બેન શારદા બેન ગીતાબેન જેવા સેવા ભાવી મહિલાઓ આ કાર્યમાં જોડાઈ હતી.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર