હિન્દ ન્યુઝ, દિયોદર
નવનિર્મિત દિયોદર બસ્ટેન્ડ ના ઉદ્ઘાટન પ્રશ્નગે આવી રહેલા સાંસદ પરબતભાઇ પટેલ પાસે દિયોદર થી સુધામાતા સત્વરે બસસેવા ચાલુ કરવા મુસાફર જનતાની માંગ. ગુજરાત સરકાર હમેશા લોકહિત માં ગુજરાત એસ.ટી.બસ પરિવહન સેવાઓ અવિરતપણે ચાલુ રાખે છે અને લોકમાંગણી ને લઇ ને રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પરમાર તેમજ દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સમક્ષ રજૂઆતો થતા દિયોદર સુધામાતા બસ સેવા 2 વર્ષ અગાઉ ચાલુ કરવામાં આવેલી અને એને સારું એવું ટ્રાફિક પણ મળતું હતું. પણ વહીવટ દિયોદર ડેપો દ્વારા કોઈપણ કારણ વગર બંધ કરાઇ હતી, ત્યારે વર્તમાન સમયે રાજસ્થાન તરફ જતી રેલ સેવા બંધ છે ત્યારે રાજસ્થાન જતા મુસાફર જનતાને આવવા જવામાં મુસાફરી સમયે ખાસી તકલીફો ભોગવી રહ્યા છે, ત્યારે નવનિર્મિત ડેપોના ઉધઘાટન પ્રશ્નગે આવી રહેલા લોકપ્રિય સાંસદ પરબતભાઇ પટેલ પાસે મુસાફર જનતા ની માંગ છે કે દિયોદર ડેપો સંચાલિત સુધામાતા દિયોદર રૂટ સહિત બંધ તમામ સિડયૂલો આ તબબકે ચાલુ કરાય તેવી લોકલાગણી અને લોકમાગ ઉઠી છે.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર