દિનવિશેષ: તા.૧૫ ઓક્ટોબર: વિશ્વ વિદ્યાર્થી દિવસ

હિન્દ ન્યુઝ, સુરત • નમો લક્ષ્મી યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬માં ૫,૩૦,૨૬૩ લાભાર્થીઓને રૂ. ૩૪.૭૨ કરોડ અને વર્ષ ૨૦૨૬-૨૭માં ૨,૧૦,૧૮૭ લાભાર્થીઓને રૂ. ૫૪.૩૦ કરોડની સહાય ચૂકવાઈ • નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬માં ૯૪,૭૫૪ વિદ્યાર્થીઓને રૂ. ૯.૪૮ કરોડ અને વર્ષ ૨૦૨૬-૨૭માં ૪૪,૧૦૫ વિદ્યાર્થીઓને રૂ. ૭.૫૭ કરોડની સહાય ચૂકવાઈ શિક્ષણ એ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનું માધ્યમ નથી, પરંતુ વ્યક્તિના સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રના વિકાસનો મજબૂત પાયો છે. વિદ્યાર્થીઓના સપનાને સાકાર કરવા માટે યોગ્ય શૈક્ષણિક તકોની સાથે આર્થિક સહયોગ પણ એટલો જ જરૂરી છે. દર વર્ષે ૧૫મી ઓક્ટોબરે ઉજવાતા ‘વિશ્વ વિદ્યાર્થી દિવસ’ના…

Read More

શ્રી કે. ડી. બારડ આર્ટ્સ એન્ડ કમ્પ્યુટર સાયન્સ કૉલેજ, કોડીનાર ખાતે આંતર કૉલેજ હેન્ડબોલ સ્પર્ધાનું ભવ્ય આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર     ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા શ્રી કે. ડી. બારડ આર્ટ્સ એન્ડ કમ્પ્યુટર સાયન્સ કૉલેજ, કોડીનાર ખાતે આંતર કૉલેજ હેન્ડબોલ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કૉલેજોની ટીમો વચ્ચે યોજાયેલી આ રસાકસીભરી સ્પર્ધામાં જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજની ભાઈઓ તથા બહેનોની બંને ટીમોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપનો ખિતાબ હાંસલ કર્યો છે. હેન્ડબોલ સ્પર્ધાના અંતિમ અને નિર્ણાયક મુકાબલામાં બંને વિભાગની ટીમોએ પોતાની રમત પ્રત્યેની લગન, એકતા અને શ્રેષ્ઠ રમતકૌશલ્યનો પરિચય કરાવ્યો હતો. ભાઈઓના વિભાગની ફાઇનલ મેચમાં બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજ, જૂનાગઢની…

Read More

એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં સરકારી ડેન્ટલ કોલેજના ડૉ.ધારા રાણાએ બ્રોન્ઝ મેડલ જીતી આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર સ્થિત ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપતા ડૉ. ધારા રાણાએ બેંગલુરુ ખાતે યોજાયેલી ૨જી એશિયન માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬માં ૨૦૦ મીટર બટરફ્લાય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે જામનગર અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. સ્વિમિંગ ફેડરેશન દ્વારા ૪ થી ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન બેંગલુરુના સેન્ટર ફોર એક્સેલન્સ ખાતે આયોજિત આ સ્પર્ધામાં એશિયા અને મધ્યપૂર્વના પ૩ દેશોમાંથી ૨૫ થી ૮૦ વર્ષથી વધુ વયના ૧,૩૦૦થી વધુ માસ્ટર્સ સ્વિમર્સે ભાગ લીધો હતો. ડૉ. ધારા રાણા વ્યવસાયે ડેન્ટિસ્ટ અને પ્રોફેસર હોવા ઉપરાંત…

Read More

દાહોદ જિલ્લામાં ટીબીના ઝડપી નિદાન માટે 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન

હિન્દ ન્યુઝ, દાહોદ    ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા અને ટીબીના શંકાસ્પદ દર્દીઓનું ઝડપી નિદાન સુનિશ્ચિત કરવાના હેતુથી દાહોદ જિલ્લામાં 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. દુધિયા, ઢઢેલા, કતવારા, કદવાળ, મીરાખેડી, પેથાપુર, બલૈયા, અગાસવાણી અને જેસાવાડા ખાતે નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. આ મશીનોની મદદથી ટીબીના શંકાસ્પદ દર્દીઓનું વહેલી તકે નિદાન કરવામાં સહાય મળશે, જેથી દર્દીઓને સમયસર સારવાર…

Read More

છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નં.-૪ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-૪ની પેટા ચૂંટણી-૨૦૨૬ની મતગણતરી તા. ૧૧/૧૦/૨૦૨૬ ના રોજ સરકારી પોલિટેકનીક કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી. આ મતગણતરીના અંતે રંજનબેન જયદીપભાઈ રાઠવા કુલ ૧૧૦૮ મત મેળવીને વિજેતા બન્યા છે.જ્યારે હરીફ ઉમેદવારો પૈકી અર્જુનભાઈ રણજિતભાઈ રાઠવા ને ૩૫૬ મત અને કૈલાશબેન ભાવસીંગ રાઠવાને ૩૨૬ મત મળ્યા હતા. આ સિવાય નોટા (NOTA) માં ૩૬ મતો નોંધાયા હતા. મતદાન મથક વાઇઝ થયેલી મતગણતરીમાં કુલ ૧૮૨૬ માન્ય મતો નોંધાયા હતા, જ્યારે ટપાલ મતપત્રો તેમજ ટેન્ડર મતપત્રો શૂન્ય રહ્યા હતા. સંપૂર્ણ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં ચૂંટણી અધિકારી નગરપાલિકા…

Read More

મહિલા સુરક્ષા, બાળ અધિકારો અને સરકારી યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, બોટાદ     સેવા એ જ સંકલ્પ અભિયાન અંતર્ગત બોટાદના સાળંગપુર પ્રાથમિક શાળામાં મહિલા સુરક્ષા, બાળ અધિકારો અને સરકારી યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો શાળા સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા, બાળ અધિકારો અને ૧૮૧ અભયમ હેલ્પલાઇન અંગે અપાઈ માહિતી: પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરાયું

Read More

જામનગરમાં નવરાત્રિ પર્વે મહિલાઓની સુરક્ષા માટે 181 ‘અભયમ’ અને ‘સી-ટીમ’ની વિશેષ ઝુંબેશ

જામનગર     નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે જામનગર શહેરમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા તથા સલામતી સુનિશ્ચિત કરવા માટે જામનગરની 181 ‘અભયમ’ મહિલા હેલ્પલાઇન અને ‘સી-ટીમ’ (SHE Team) સક્રિયપણે મેદાનમાં ઉતરી છે. નવરાત્રિ દરમિયાન મહિલાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા માણી શકે તેવા હેતુથી અભયમ અને સી-ટીમ દ્વારા શહેરના વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઈને મહિલાઓમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાની એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. મહિલા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા, 181 ‘અભયમ’ અને ‘સી-ટીમ’ દ્વારા ગરબા સ્થળો પર મહિલાઓને જાગૃત કરતા માર્ગદર્શન અપાયું હતું કે, જો કોઈ અજાણી વ્યક્તિ દ્વારા…

Read More

મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા મોરબીના મચ્છુ-૨ ડેમની મુલાકાત

હિન્દ ન્યુઝ, મોરબી     મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબીના મચ્છુ-૨ ડેમની મુલાકાત લઈ મત્સ્યોદ્યોગ સંબંધિત કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ડેમ ખાતે ફિશ કેચ કલ્ચર, મત્સ્યોદ્યોગની કામગીરી, માછીમારી સંબંધિત પ્રવૃત્તિઓ તથા ઉપલબ્ધ સુવિધાઓ અંગે જરૂરી માહિતી મેળવી સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે થતી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Read More

ડાંગ જિલ્લા આહવા એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨૦૨૬-૨૭ ની જિલ્લા કક્ષા બાસ્કેટબોલ સ્પર્ધામાં અલગ અલગ કેટેગરીમાં ૪ માં પ્રથમ અને ૩ માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

  હિન્દ ન્યુઝ, ડાંગ રાજ્ય સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આયોજિત ‘ખેલ મહાકુંભ ૨૦૨૬-૨૭’ અંતર્ગત ડાંગ જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા તાજેતરમાં નવજ્યોત સ્કૂલ, સુબીર ખાતે ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાઈ ગઈ હતી. આ સ્પર્ધામાં એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલના વિદ્યાર્થીઓએ અલગ અલગ કેટેગરીમાં ૪ માં પ્રથમ અને ૩ માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. જેમાં અંડર-૧૪ ગર્લ્સ (A ટીમ): પ્રથમ સ્થાન, અંડર-૧૪ ગર્લ્સ (B ટીમ): દ્વિતીય સ્થાન, અંડર-૧૪ બોયઝ: દ્વિતીય સ્થાન, અંડર-૧૭ બોયઝ: પ્રથમ સ્થાન, અંડર-૧૭ ગર્લ્સ (A ટીમ): પ્રથમ સ્થાન, અંડર-૧૭ ગર્લ્સ (B ટીમ): દ્વિતીય સ્થાન, અને…

Read More

છોટાઉદેપુરની ઐતિહાસિક સિદ્ધિ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લાએ કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાસલ કરતાં રાષ્ટ્રીય સ્તરે જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના અંતર્ગત ‘Improving Irrigation Infrastructure’ (સિંચાઈ માળખાકીય સુવિધાઓમાં સુધારો) કમ્પોનન્ટમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ છોટાઉદેપુર જિલ્લાને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં માનનીય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના વરદ હસ્તે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટ ગાર્ગી જૈનને આ ગૌરવવંતો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જેવા પહાડી અને આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લામાં ખેતીના ટકાઉ…

Read More