સરહદની સુરક્ષા કરતા સૈનિકોને ગુજરાત સરકારની ભેટ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી નિયમો, 1964’માં સુધારો કરી ગામડામાં ઘર ધરાવતા જવાનોને ‘મિલકત વેરા’માંથી સંપૂર્ણ મુક્તિ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ગુજરાત રાજ્યની હદમાં આવેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં સંબંધિત લાભાર્થીની માલિકીની અથવા તેના દ્વારા ઉપયોગમાં લેવાતી માત્ર એક મિલકતને કરમુક્તિનો લાભ મળશે. આ જોગવાઈ ફરજ બજાવતા સંરક્ષણ દળોના કર્મચારીઓ તેમજ તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદોની વિધવાઓને લાગુ પડશે. દેશની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા જવાનોના પોતાના ઘર પર પંચાયત કરનો બોજ હળવો કરવો એ…

Read More

केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने आज नई दिल्ली में राष्ट्रीय आपदा प्रबंधन संस्थान (NIDM) के संस्थान निकाय की तीसरी बैठक की अध्यक्षता की

हिन्द न्यूज़, दिल्ली    केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने आज नई दिल्ली में राष्ट्रीय आपदा प्रबंधन संस्थान (NIDM) के संस्थान निकाय की तीसरी बैठक की अध्यक्षता की। इस अवसर पर केन्द्रीय गृह सचिव, दिल्ली विश्वविद्यालय के कुलपति, राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण (NDMA) के सदस्य एवं विभागाध्यक्ष, राष्ट्रीय आपदा मोचन बल (NDRF) के महानिदेशक, कृषि एवं किसान कल्याण विभाग के सचिव, भारतीय मौसम विभाग के महानिदेशक, लाल बहादुर शास्त्री राष्ट्रीय प्रशासनिक अकादमी (LBSNAA) के निदेशक और NIDM के कार्यकारी निदेशक सहित कई केन्द्रीय मंत्रालयों एवं राज्य सरकारों के…

Read More

તા. 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર, 2026 દરમિયાન 9મા રાષ્ટ્રીય પોષણ માહનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ‘રાષ્ટ્રીય પોષણ માહ’ ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ હેઠળ રાજ્યવ્યાપી આયોજન. 🔹 રાજ્યના તમામ વર્ગો, ખાસ કરીને સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોના સ્વાસ્થ્ય તથા પોષણના સ્તરમાં વ્યાપક સુધારો લાવવાના ભગીરથ ઉદ્દેશ્યથી પોષણ અભિયાન અને મિશન પોષણ 2.0 અંતર્ગત 9મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’નું તા. 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન રાજ્યવ્યાપી ઉજવણીનું આયોજન. 🔹 અલગ-અલગ પાંચ થીમ સાથે તમામ સરકારી વિભાગો જોડાશે; આંગણવાડી, પોષણ વાટિકા અને PMMVY પર રહેશે વિશેષ ભાર તેમજ પોષણ માહ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા પરિણામલક્ષી પ્રવૃત્તિઓનું અમલીકરણ કરાશે.

Read More

દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર એ કરી આંગણવાડી કેન્દ્ર પીછોડા ૨ ની મુલાકાત

હિન્દ ન્યુઝ, દાહોદ      રાષ્ટ્રીય પોષણ માસ ૨૦૨૬ ની ઉજવણી અંગે દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો.સુધીર જોશીએ સંજેલી તાલુકાના માંડલી સેજાના પીછોડા ગામની આંગણવાડી કેન્દ્ર પીછોડા ૨ ની મુલાકાત લીધી. દાહોદ:-દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોશીએ સંજેલી તાલુકાના પિછોડા ગામની પિછોડા-૨ આગંણવાડી કેન્દ્રની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન જેમાં આંગણવાડી કાર્યકરબહેન, તેડાગર બેન, તેમજ ગામનાં સગર્ભા, ધાત્રી માતાઓ, બાળકો કિશોરીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. પોષણ માસ ની ઊજવણી અંતર્ગત કાર્યકર, તેડાગર બહેનો દ્રારા THR અને મિલેટસ્ માંથી બનાવેલ વાનગી નું નિદર્શન કરવામાં આવ્યું પોષણ માસ ની મુખ્ય થીમ “આપણી…

Read More

ગરબાડા CHC ખાતે પોષણ માસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ    ગરબાડા CHC ખાતે પોષણ માસ નિમિત્તે “આપણી આંગણવાડી, આપણી જવાબદારી” વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.  આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો સુધીર જોશીએ પોષણ, આંગણવાડીની કામગીરી તથા બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓના આરોગ્ય અને પોષણ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં CHCના મેડિકલ ઓફિસર , ડેન્ટલ સર્જન, હોમિયોપેથીક તબીબ તથા CHC નો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.  ઉપસ્થિત સૌએ પોષણ જાગૃતિ વધારવા અને આંગણવાડીની સેવાઓને વધુ અસરકારક બનાવવામાં સહભાગી થવાનો સંકલ્પ કર્યો હતો.

Read More

દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થા, રોડ સેફ્ટી તેમજ અનધિકૃત દબાણો અંગેની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કરવામાં આવેલી કડક કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ખેડૂતોને પાક સંરક્ષણ માટે આપવામાં આવેલા હથિયારના પરવાના અને પાસા (PASA) હેઠળ થયેલી કાર્યવાહીની પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. રોડ સેફ્ટી અંગેની સમીક્ષા દરમિયાન જિલ્લામાં નોંધાયેલા અકસ્માતો અને તેમાં થયેલા મૃત્યુની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. ગત મહિના દરમિયાન થયેલી કામગીરી જિલ્લા કલેક્ટરશ્રીના ધ્યાને મૂકવામાં આવી…

Read More