હિન્દ ન્યુઝ, ઉમરેઠ ઉમરેઠ મામલતદાર દ્વારા ઉમરેઠ તાલુકામાં નવનિયુક્ત પામેલ મહેસુલી તલાટીઓને ફાળવવામાં આવેલ સેજાના ગામો તેમજ દર માસે તેઓ કયા ગામે કયા દિવસે હાજર રહેશે તે અંગેનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ઉમરેઠ તાલુકાના ગ્રામજનોને પોતાના મહેસુલી કામકાજ માટે તલાટીશ્રીઓની માહિતી સરળતાથી મળી રહે અને તેઓ સીધો સંપર્ક કરી શકે તે હેતુથી ઉમરેઠ મામલતદાર દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ ભાલેજ સેજા માટે શ્રી દર્શનકુમાર એ. ચૌધરી (મો. 99985 89396) સોમવારે ભાલેજ, મંગળવારે તારપુરા, બુધવારે બડાપુરા, શુક્રવારે મેઘવા(બડા) અને શનિવારે જાખલા ખાતે હાજર રહેશે. શીલી સેજા માટે નરેન્દ્રકુમાર…
Read MoreMonth: September 2026
આણંદના આંગણવાડી કેન્દ્રોમાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ જન્માષ્ટમી: કાનુડાના જયઘોષથી ગુંજી ઉઠ્યા આંગણવાડી કેન્દ્રો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેજલબેનના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં જન્માષ્ટમી પર્વની ખૂબ જ ધામધૂમથી અને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે દરેક આંગણવાડી કેન્દ્રને સુંદર અને આકર્ષક રોશની તથા શણગારથી સજાવવામાં આવ્યા હતા. ભૂલકાંઓમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈને ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સવમય બની ગયું હતું. ઉજવણી દરમિયાન આંગણવાડીના નાનકડા બાળકો શ્રીકૃષ્ણ અને રાધાજીના મનમોહક વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા. આ તકે કાર્યકર બહેનો દ્વારા બાળકોને ભગવાન શ્રીકૃષ્ણના જન્મ, તેમની મનોહર બાળલીલાઓ તેમજ…
Read Moreપેટલાદના શાહપુર અને પાળજ ખાતે પૂર પીડિતો તથા વીમા ધારકોને મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે રૂ.૧૨.૯૮ લાખથી વધુની સહાયના ચેકનું વિતરણ કરાયું
હિન્દ ન્યુઝ, આણંદ પેટલાદ તાલુકાના શાહપુર અને પાળજ ગામ ખાતે ગત દિવસોમાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા પરિવારો તથા દૂધ મંડળીના અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને નાણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. મંત્રી કમલેશભાઈ પટેલના વરદહસ્તે લાભાર્થીઓને રૂબરૂ ચેક સુપ્રત કરવામાં આવ્યા હતા, જેમાં ધર્મિષ્ઠાબેન સોમાભાઈ વાઘરીને રૂ. ૨,૧૨,૫૦૦/-, શાહપુરના જશભાઈ રણછોડભાઈ ઠાકોરને રૂ. ૯૦,૦૦૦/-, શાહપુરના જ રજનીભાઈ ગોરધનભાઈ પટેલને રૂ. ૯૦,૦૦૦/- તથા પાળજ ગામના મણીબેન મંગળભાઈ તળપદાને રૂ. ૧,૮૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત પેટલાદ તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા…
Read Moreડારી ગામ ખાતે “સઘન સફાઈ ઝુંબેશ”, “કેચ ધ રેઈન” અને “વૃક્ષારોપણ તથા સુકાયેલ રોપાઓની ફેરબદલી”નો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં દર મહિનાના પ્રથમ રવિવારે “સઘન સફાઈ ઝુંબેશ”, “કેચ ધ રેઈન” અને “વૃક્ષારોપણ તથા સુકાયેલ રોપાઓની ફેરબદલી” ના ત્રિવિધ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં દર મહિનાના પ્રથમ રવિવારે ત્રિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ચાલુ માસના પ્રથમ રવિવારે એટલે કે, આવતીકાલ તા.૦૬/૦૯/૨૦૨૬ના રોજને બપોરે ૧૨:૦૦ કલાકે વેરાવળ તાલુકાના ડારી ગામ ખાતે “સઘન સફાઇ ઝુંબેશ” સહિતનો ત્રિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ સફાઇ કાર્યક્રમમાં સ્થાનિક પ્રાથમિક/માધ્યમિક શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ, તેમજ સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs),…
Read Moreશ્રાવણ વદ નોમ પર આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનો દિવ્ય ‘પવિત્રા શ્રૃંગાર’
હિન્દ ન્યુઝ, પાટણ પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ રચાયો છે. શ્રાવણ વદ નોમ પર્વ નિમિત્તે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ સમક્ષ દિવ્ય ‘પવિત્રા શ્રૃંગાર’ કરવામાં આવ્યો હતો, જેમાં વિશેષ રૂપે નવગ્રહ શાંતિ અર્થે નવ પ્રકારના ધાન્ય (નવધાન્ય) વડે અલૌકિક યંત્રની પ્રતિકૃતિ કંડારવામાં આવી હતી. આ શ્રૃંગાર દર્શન કરી હજારો શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા. પવિત્રા શ્રૃંગાર: આત્મિક શુદ્ધતા અને સમર્પણનું પ્રતીક ‘પવિત્રા’ — એટલે કે રેશમી પવિત્ર સૂતરની માળા. આ માત્ર એક સૂક્ષ્મ દોરો નથી, પરંતુ ભક્તના અંતઃકરણની…
Read More‘ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી સન્માનિત કરવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજના ‘શિક્ષક દિન’ નિમિત્તે શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં રાજ્યના 40 શિક્ષકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા અને વિશિષ્ટ યોગદાન માટે ‘ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ પારિતોષિક વિજેતા શિક્ષકોને અભિનંદન આપતાં જણાવ્યું કે, શિક્ષક માત્ર વ્યવસાય નથી તે એક રાષ્ટ્રધર્મ છે અને વ્યક્તિના જીવન ઘડતરથી રાષ્ટ્ર નિર્માણનું મહત્વનું કાર્ય શિક્ષક કરે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અને શિક્ષણ પ્રત્યેની…
Read Moreભરૂચમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી : શ્રેષ્ઠ શિક્ષકોનું જિલ્લા અને તાલુકા કક્ષાના પારિતોષિકોથી સન્માન કરાયું
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ – શનિવાર – ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ‘શિક્ષક દિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં આત્મીય સંસ્કાર હૉલ, ભરૂચ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના તેજસ્વી અને કર્મઠ શિક્ષકોને સન્માનિત કર્યા હતા.
Read Moreકપરાડામાં “પોષણ ઉત્સવ-૨૦૨૬” અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઇ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આઇસીસીએસ ઘટક-૧,૨,૩ માં “પોષણ ઉત્સવ-૨૦૨૬” અંતર્ગત ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૧૭ સેજાઓ દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં રજૂ કરવામાં આવી હતી. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પૌષ્ટિક આહાર, મિલેટસ તથા આંગણવાડીમાંથી મળતા ટી.એચ. આર.ના પોષણ મૂલ્ય અંગે જન જાગૃતિ કેળવવાનો હતો.આ હરીફાઇમાં ૧૭ સેજાના કાર્યકર બહેનોએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રતિ સેજા ૯ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. આમ, અંદાજીત ૧૫૦ વાનગીઓ નિદર્શનમાં મુકાઈ હતી. જેમાં મિલેટ્સ તથા ટી.એચ.આર ની વાનગી અને પ્રાદેશિક થાળી રજુ કરવામાં આવી હતી.…
Read Moreकेंद्रीय मंत्री डॉ. जीतेंद्र सिंह ने 19वें अंतरराष्ट्रीय पृथ्वी विज्ञान ओलंपियाड (IESO) 2026 में 9 पदकों के साथ ऐतिहासिक सर्वश्रेष्ठ प्रदर्शन करने वाली ‘टीम इंडिया स्कूल बच्चों’ का किया सम्मान
हिन्द न्यूज़, दिल्ली पृथ्वी विज्ञान मंत्रालय के केंद्रीय मंत्री (स्वतंत्र प्रभार), डॉ. जीतेंद्र सिंह ने आज पृथ्वी भवन, लोधी रोड, नई दिल्ली में आयोजित एक विशेष सराहना और प्रोत्साहन बैठक में 19वें अंतरराष्ट्रीय पृथ्वी विज्ञान ओलंपियाड (IESO) 2026 के विजेता, प्रतिभाशाली ‘टीम इंडिया स्कूल बच्चों’ का सम्मान किया और उनसे संवाद किया। इस असाधारण उपलब्धि की सराहना करते हुए, डॉ. जीतेंद्र सिंह ने इन युवा उपलब्धिधारकों पर अत्यंत गर्व व्यक्त किया और विजेताओं, उनके गर्वित माता-पिता और उनके संबंधित विद्यालयों को राष्ट्र को वैश्विक सम्मान दिलाने के लिए बधाई दी।…
Read Moreઅમરેલીથી આફ્રિકા સુધી શિક્ષણનો સેતુ રચતા નવતર વિચારના શિક્ષક કેવલ મહેતા
હિન્દ ન્યુઝ, અમરેલી વર્ગખંડની ચાર દીવાલોથી આગળ વધીને વિદ્યાર્થીઓની પ્રતિભા, સર્જનાત્મકતા અને નવતર વિચારોને વિશ્વ ફલક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અમરેલીના શિક્ષક કેવલ મહેતા. ‘શિક્ષાસ્ટોરીઝ’ ડિજિટલ માધ્યમ દ્વારા ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓના અવનવા પ્રયોગો, સંઘર્ષ અને પ્રેરણાદાયી શિક્ષણયાત્રાઓને લાખો લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના વિચારોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની સાથે વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મક વિચારસરણી અને રાષ્ટ્રનિર્માણની ભાવના કેળવવા માટે પણ તેઓ સતત કાર્યરત છે. અમરેલીથી શરૂ થયેલી તેમની શિક્ષણયાત્રા હવે આફ્રિકાની શાળાઓ સુધી પહોંચી છે, જ્યાં શિક્ષણ પદ્ધતિ, જીવનકૌશલ્ય અને…
Read More