હિન્દ ન્યુઝ, અમરેલી
વર્ગખંડની ચાર દીવાલોથી આગળ વધીને વિદ્યાર્થીઓની પ્રતિભા, સર્જનાત્મકતા અને નવતર વિચારોને વિશ્વ ફલક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અમરેલીના શિક્ષક કેવલ મહેતા.
‘શિક્ષાસ્ટોરીઝ’ ડિજિટલ માધ્યમ દ્વારા ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓના અવનવા પ્રયોગો, સંઘર્ષ અને પ્રેરણાદાયી શિક્ષણયાત્રાઓને લાખો લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના વિચારોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની સાથે વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મક વિચારસરણી અને રાષ્ટ્રનિર્માણની ભાવના કેળવવા માટે પણ તેઓ સતત કાર્યરત છે.
અમરેલીથી શરૂ થયેલી તેમની શિક્ષણયાત્રા હવે આફ્રિકાની શાળાઓ સુધી પહોંચી છે, જ્યાં શિક્ષણ પદ્ધતિ, જીવનકૌશલ્ય અને નવીન શૈક્ષણિક પ્રયોગો અંગે જ્ઞાનનું આદાન-પ્રદાન થઈ રહ્યું છે.
શિક્ષક માત્ર ભણાવતો નથી…
વિદ્યાર્થીની અંદર રહેલી સંભાવનાઓને ઓળખીને તેને પાંખો આપે છે. ✨
આ શિક્ષક દિવસ, આવી જ પ્રેરણાદાયી શિક્ષણયાત્રાને સલામ.
