કપરાડામાં “પોષણ ઉત્સવ-૨૦૨૬” અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઇ

હિન્દ ન્યુઝ, વલસાડ

    વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આઇસીસીએસ ઘટક-૧,૨,૩ માં “પોષણ ઉત્સવ-૨૦૨૬” અંતર્ગત ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૧૭ સેજાઓ દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં રજૂ કરવામાં આવી હતી. 

 આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પૌષ્ટિક આહાર, મિલેટસ તથા આંગણવાડીમાંથી મળતા ટી.એચ. આર.ના પોષણ મૂલ્ય અંગે જન જાગૃતિ કેળવવાનો હતો.આ હરીફાઇમાં ૧૭ સેજાના કાર્યકર બહેનોએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રતિ સેજા ૯ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. આમ, અંદાજીત ૧૫૦ વાનગીઓ નિદર્શનમાં મુકાઈ હતી. જેમાં મિલેટ્સ તથા ટી.એચ.આર ની વાનગી અને પ્રાદેશિક થાળી રજુ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં આયુષ મેડિકલ ઑફિસરશ્રી, RBSK મેડીકલ ઑફીસરશ્રીઓ, કૃષિ વિજ્ઞાન કેંદ્રના પ્રોગ્રામ આસીસ્ટંટશ્રીએ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી. જેઓ દ્વારા તમામ વાનગીઓનું નિષ્પક્ષ રીતે નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવ્યું અને વિવિધ માપદંડ જેવા કે, પોષણ મૂલ્ય, સામગ્રીની ઉપલબ્ધિ વગેરેને ધ્યાને રાખી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

 કાર્યક્રમમાં અતિથિ તરીકે કપરાડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા સંગઠન પ્રમુખશ્રી, કપરાડા તાલુકા સદસ્યશ્રી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખશ્રી દ્વારા તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવી તેમના પ્રયત્નોને બિરદાવી અને જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કૃષિ વિજ્ઞાન કેંદ્રના પ્રોગ્રામ આસીસ્ટંટશ્રી દ્વારા ભોજનમાં સરગવાના પાનનું મહત્વ, ભોજનમાં વિવિધતાનું મહત્વ વગેરેની સમજ આપવામાં આવી હતી. 

 સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઈસીડીએસ કપરાડા ઘટક-૧ ના સીડીપીઓ ઉન્નતિબેન એન. ચૌધરી અને કપરાડા ઘટક-૨ ના સીડીપીઓ હસુમતી દિવા દ્વારા કરવામાં આવ્યું હતું પ્રોગ્રામ ઑફીસરના માર્ગદર્શન અને આઈસીડીએસ કચેરી કપરાડાના તમામ સ્ટાફ્ના સહિયારા પ્રયાસથી સમગ્ર કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો.

Related posts

Leave a Comment