હિન્દ ન્યુઝ, ભરૂચ
ભરૂચ – શનિવાર – ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ‘શિક્ષક દિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં આત્મીય સંસ્કાર હૉલ, ભરૂચ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના તેજસ્વી અને કર્મઠ શિક્ષકોને સન્માનિત કર્યા હતા.
