ગાંધીનગર તાલુકાના કુડાસણ ખાતે નિર્માણધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર બનેલી દુર્ઘટના

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર તાલુકાના કુડાસણ ખાતે નિર્માણધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર બનેલી દુર્ઘટના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને સઘન બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, SDRF, NDRF, સિવિલ ડિફેન્સ તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દટાયેલા શ્રમિકોને સલામત બહાર કાઢી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રીએ તાત્કાલિક ઘટના સ્થળ તેમજ સિવિલ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત શ્રમિકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ દર્દીઓ તથા તેમના સ્વજનો સાથે સંવાદ સાધી સાંત્વના…

Read More

જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ સપ્ટેમ્બરના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ            જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩/૦૯/૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે મીટીંગ હોલ. કલેકટર કચેરી, જીલ્લા સેવા સદન, ખસ રોડ બોટાદ ખાતે યોજાશે.             આ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણીત રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે. તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૯/૨૦૨૬…

Read More

સભા-સરઘસ- ઉપવાસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ           બોટાદ જિલ્લામાં જુદી-જુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા-સરઘસ-રેલી-ઉપવાસ જેવાં કાર્યક્રમ કરતાં હોય છે. જેનાં કારણે તંગદીલી જેવું વાતાવરણ સર્જાય છે, અને આવાં કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતાં વર્ગવિગ્રહ જેવાં બનાવો પણ જિલ્લામાં બનવાની શકયતા રહે છે. તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય છે અને માલ મિલકતને નુકસાન થાય છે.           તેને ધ્યાને રાખીને બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર…

Read More

ખેતીમાં વરસાદ ખેચાય તે સમયે ખેડૂતો માટે અગત્યની માર્ગદર્શિકા

હિન્દ ન્યુઝ, બોટાદ               ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વરસાદ ખેચાયાની સ્થિતિમાં ઉભા પાકને રક્ષણ આપવા તેમજ જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે ખેડૂતો માટે ખાસ ખેતી સલાહ અને કાળજીના પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. વરસાદના અભાવે જમીનમાં ભેજની ખોટ સર્જાતી હોય ત્યારે પાકની વૃદ્ધિ અને ઉત્પાદન પર પ્રતિકૂળ અસર ન થાય તે માટે ખેડૂતોએ સમયસર જરૂરી તકેદારી રાખવી અત્યંત જરૂરી છે.              જ્યારે ઉભા પાકમાં વરસાદના અભાવે જમીનમાં ભેજની ખેંચ ઊભી થાય, ત્યારે ખેડૂતોને…

Read More

શ્રાવણ કૃષ્ણ દ્વાદશીના પવિત્ર દિને સોમનાથ મહાદેવને કરાયો અદભુત ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ શૃંગાર, દર્શન કરી ભક્તો ધન્ય થયા

હિન્દ ન્યુઝ, સોમનાથ     પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ભક્તો માટે દરરોજ નિતનવા અને આકર્ષક શૃંગાર કરવામાં આવે છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની દ્વાદશીના પવિત્ર અવસરે દેવાધિદેવ શિવ સોમનાથ મહાદેવને એક વિશેષ અને દિવ્ય ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ અલૌકિક શૃંગાર અંતર્ગત મંદિરના પવિત્ર ગર્ભગૃહને સુંદર અને સુગંધિત પુષ્પોથી કલાત્મક રીતે અલંકૃત કરવામાં આવ્યું હતું. ગર્ભગૃહમાં સોમનાથ મહાદેવની સાથે અન્ય ૧૧ શિવલિંગોને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. આ તમામ શિવલિંગોને સુંદર રીતે અલંકૃત કરી બાર જ્યોતિર્લિંગનું સ્વરૂપ આપી વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. ગર્ભગૃહમાં…

Read More

ભારતીય નાગરિકત્વ મેળવવા ઈચ્છતા અરજદારોને જિલ્લા કલેકટર દ્વારા વિધિવત રીતે શપથ લેવડાવવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘ધ સિટીઝનશીપ એક્ટ, ૧૯૫૫’ અંતર્ગત ભારતીય નાગરિકત્વ મેળવવા ઈચ્છતા અરજદારોને જિલ્લા કલેકટર દ્વારા વિધિવત રીતે શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ વ્યક્તિઓએ ભારતના બંધારણ પ્રત્યે અતૂટ નિષ્ઠા જાળવવા, સ્થાપિત કાયદાઓનું સન્માનપૂર્વક પાલન કરવા તેમજ ભારતના એક જવાબદાર અને ગૌરવશાળી નાગરિક તરીકે પોતાની ફરજોનું પ્રમાણિકતાથી વહન કરવાના ગૌરવપૂર્ણ શપથ ગ્રહણ કર્યા હતા. 

Read More

તારીખ ૯ સપ્ટેમ્બર થી ડાંગ જિલ્લામાં પોષણ માસનો શુભારંભ

હિન્દ ન્યુઝ, ડાંગ      તા. ૦૯મી, સપ્ટેમબરના રોજથી સમગ્ર દેશની જેમ ડાંગ જિલ્લામાં પણ પોષણ માસનો શુભારંભ થશે. રાષ્ટ્રીય પોષણ માસના સુચારૂ આયોજન અંગે ડાંગ જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.   તા. ૦૯મી, સપ્ટેમબરથી તા. ૦૮મી, ઓકટોબર સુધી યોજાનારા રાષ્ટ્રીય પોષણ માસના કાર્યક્રમનું આયોજન સુચારૂ રીતે થાય એ માટે જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલાએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આગામી એક માસ સુધી ચાલનારા આ કાર્યક્રમ દરમિયાન દરેક વિભાગે તેમને સોંપવામાં આવેલી કામગીરી ગંભીરતાથી કરવાની રહેશે.  આ ઉપરાંત તેમણે…

Read More

વિકાસ અને વિશ્વાસનો ઐતિહાસિક ત્રિવેણી સંગમ: વડોદરાના આંગણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ‘સેવા-સ્વચ્છતાથી સ્વાગત’

હિન્દ ન્યુઝ, વડોદરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં ₹35,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું આપણે લોકો અને સામાનને વધુ ઝડપથી પહોંચાડવા, નવી તકો ઊભી કરવા અને આર્થિક વૃદ્ધિને બળ આપવા માટે ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી રહ્યા છીએ: પ્રધાનમંત્રી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર એ ઝડપથી વિકસતા ભારતની જીવનરેખા છે: પ્રધાનમંત્રી ચિપ્સથી લઈને શિપ્સ સુધી, ભારત હવે એક નવું ઉત્પાદન ભવિષ્ય બનાવી રહ્યું છે: પ્રધાનમંત્રી :: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :: – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં અશક્ય લાગતા પ્રોજેક્ટ્સ પણ ઝડપથી સાકાર થાય છે – ગુજરાત અને વડોદરાને…

Read More

શ્રાવણ કૃષ્ણ એકાદશી અને સોમવારના પાવન સંગમે સોમનાથ મહાદેવને અલૌકિક ‘વૈષ્ણવ દર્શન શૃંગાર’

હિન્દ ન્યુઝ, સોમનાથ       પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તથા સોમવારના પવિત્ર ‘હરિ-હર’ સંયોગ નિમિત્તે દેવાધિદેવ સોમનાથ મહાદેવને અલૌકિક વૈષ્ણવ દર્શન શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ પાવન શૃંગાર શૈવ અને વૈષ્ણવ પરંપરાના દિવ્ય એકાત્મભાવનું અનોખું પ્રતીક બન્યો હતો. એકાદશીના પવિત્ર દિને જ્યોતિર્લિંગ સમક્ષ શ્રીગોવર્ધનનાથજી (શ્રીનાથજી પ્રભુ)નું મનોહર સ્વરૂપ કંડારવામાં આવ્યું હતું, જેમાં શ્રી યમુના મહારાણીજી તથા શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપોની ઝાંખી પણ શૃંગારમાં દર્શનીય બની હતી. સનાતન ધર્મની ‘વૈવિધ્યમાં એકતા’ની ભાવનાને ઉજાગર કરતા આ અલૌકિક શૃંગારના દર્શન કરી હજારો ભાવિક…

Read More

માટીના ગણપતિ બાપ્પા થકી પર્યાવરણ બચાવવાના મહાસંકલ્પ સાથે વલસાડની મહિલાની અનોખી પહેલ

હિન્દ ન્યુઝ, વલસાડ      આગામી દિવસોમાં આસ્થા અને શ્રદ્ધાનો મહાપર્વ ગણેશ ચતુર્થી આવી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ગણેશજીની સ્થાપનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તહેવારો આપણી આસ્થા અને પવિત્રતાના પ્રતીક છે, પરંતુ બદલાતા સમય સાથે ગણેશ મહોત્સવમાં પી.ઓ.પી. (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓના વધતા ઉપયોગથી પર્યાવરણ સામે ગંભીર પડકાર ઊભો થયો છે. આવી સ્થિતિમાં નદી, જળાશયો અને સમુદ્ર તેમજ તેમાં વસતા જળચર જીવો અને સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’માં પી.ઓ.પી.ની મૂર્તિઓનો ઉપયોગ ટાળવા તેમજ સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવતી શુદ્ધ માટીની ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ…

Read More