‘સ્વચ્છતા સે સ્વાગત’ હિન્દ ન્યુઝ, ગોત્રી તળાવ અને આસપાસના વિસ્તારમાં સફાઈની સાથે સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વડોદરા ખાતે આગામી તા. 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને શહેરના વિવિધ વિસ્તારોમાં ઘનિષ્ઠ સફાઈ અભિયાન યોજવામાં આવી રહ્યું છે; સાથે જ હરિયાળું અને સ્વચ્છ શહેર નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
Read MoreMonth: September 2026
દાહોદ જિલ્લામાં તા.૨૨ ના રોજ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તેમજ તા.૨૩ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગત ફરીયાદ યોજાશે
હિન્દ ન્યુઝ, દાહોદ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું સૂચન કર્યું છે. જે અન્વયે, દાહોદ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ સપ્ટેમ્બરના મંગળવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી યોજવામાં આવશે. તેમજ તા.૨૩ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગત ફરીયાદ યોજાશે. અરજદારોએ આગામી તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/અરજી મામલતદાર કચેરીના…
Read Moreદાહોદ તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત તાલુકા સંકલન બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકા કક્ષાએ તાલુકા સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટીબી રોગના નિયંત્રણ, વહેલી તકે નિદાન, સારવાર તથા ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને ટીબીના લક્ષણો અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ નાગરિકોને આહવાન કરવામાં આવ્યું હતું કે, બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી રહેતી ઉધરસ, તાવ, વજનમાં ઘટાડો, રાત્રે પરસેવો આવવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ટીબીની તપાસ કરાવવી, જેથી રોગનું વહેલું નિદાન થઈ…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડોદરા પ્રવાસના અનુસંધાને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન
હિન્દ ન્યુઝ, વડોદરા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના વડોદરા પ્રવાસના અનુસંધાને જિલ્લા પ્રશાસન દ્વારા વિશેષ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર ગામોના નિર્માણના ઉદ્દેશ્ય સાથે ગ્રામ પંચાયતો દ્વારા સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ તથા સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે સમગ્ર તંત્ર દ્વારા સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. વિશેષ સેવા અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના અંદાજે ૨૫૦ ગામોને આવરી લેવામાં આવ્યા હતા. આ…
Read Moreઅમદાવાદ સિવિલનું ભારણ ઘટાડવા સોલા GMERSમાં સ્થાયી તબીબી મંડળની રચના
હિન્દ ન્યુઝ, અમદાવાદ 🔹 નવી વ્યવસ્થા હેઠળ શિક્ષણ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને તબીબી કારણોસર બદલી અથવા કક્ષા બદલી માટે જરૂરી પ્રમાણપત્ર સોલા GMERS હૉસ્પિટલ ખાતે મળી શકશે 🔹 સોલા GMERS ખાતેના નવા મંડળમાં ત્રણ સભ્યો રહેશે, તેના અધ્યક્ષ તરીકે સિવિલ સર્જન અથવા મેડિસિનના સિનિયર પ્રોફેસરની નિમણૂક કરવામાં આવશે 🔹 નવી વ્યવસ્થા હેઠળ અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લાના આવા કર્મચારીઓનું તબીબી પરીક્ષણ સોલા GMERSના સ્થાયી મેડિકલ બોર્ડ દ્વારા કરવામાં આવશે; આ 8 જિલ્લાઓ સિવાયના કર્મચારીઓ માટે…
Read Moreરાજ્યના આદિવાસી વિસ્તારના ધાર્મિક પ્રવાસનને મળશે વધુ વેગ
હિન્દ ન્યુઝ, નર્મદા ➡️ દેવમોગરા ખાતે શ્રી યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ રૂપિયા 13.02 કરોડના પ્રોજેક્ટની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આપી મંજૂરી ➡️ ફેઝ – 2 હેઠળ ટ્રસ્ટની જગ્યામાં ધર્મશાળા તથા શ્રી યાહામોગી માતાજી મંદિરના ગર્ભગૃહના રિનોવેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે ➡️ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ શ્રી યાહામોગી માતાજી મંદિર, દેવમોગરા આદિવાસી સમાજની આસ્થા અને શ્રદ્ધાનું મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે; આ વિકાસ કામગીરીથી દેવમોગરા ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે રહેઠાણ તથા મંદિર પરિસરની સુવિધાઓમાં વધારો થશે.
Read Moreરાષ્ટ્રીય કક્ષાએ વડોદરા જિલ્લા શિક્ષણ તંત્રને ગૌરવપૂર્ણ સિદ્ધિ
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્ર માટે અત્યંત ગૌરવ અને આનંદની ક્ષણ સર્જાઈ છે. શૈક્ષણિક પ્રશાસન ક્ષેત્રે કરવામાં આવેલા નવતર પ્રયોગો, ગુણવત્તાસભર આયોજન તથા શ્રેષ્ઠ કાર્યપદ્ધતિને રાષ્ટ્રીય સ્તરે મળેલી નોંધપાત્ર માન્યતાના પરિણામે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ આર. પાંડેને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. નવી દિલ્હી ખાતે આજરોજ યોજાયેલા “Award Function on Innovation and Good Practices in Educational Administration” કાર્યક્રમમાં Department of Educational Administration દ્વારા વડોદરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન અમલમાં મૂકવામાં આવેલા નવતર પ્રયોગો અને શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રશાસનિક કામગીરીની…
Read Moreરગ્બી રમતમાં ગુજરાતનો ઐતિહાસિક ડંકો: કચ્છની ‘નમ્રતા’ ભારતીય અંડર-18 ટીમમાં સ્થાન મેળવનાર રાજ્યની પ્રથમ ખેલાડી બની
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાતના રમતગમત ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. કચ્છ જિલ્લાની પ્રતિભાશાળી ખેલાડી નમ્રતા ભુડિયાની ભારતીય અંડર-૧૮ ગર્લ્સ રગ્બી ટીમમાં પસંદગી થઈ છે. આ સિદ્ધિ સાથે નમ્રતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતની પ્રથમ રગ્બી ખેલાડી બની ગઈ છે. નમ્રતા આગામી ૫ અને ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ચીનના ક્વિંગદાઓ ખાતે યોજાનારી “Asia Rugby Emirates U-18 Sevens 2026” આંતરરાષ્ટ્રીય રગ્બી સ્પર્ધામાં ટીમ ઇન્ડિયા તરફથી મેદાનમાં ઉતરશે. કચ્છના ગ્રાસરૂટથી શરૂ થયેલી સફર ગાંધીનગર અને ગાંધીનગરથી ટીમ ઇન્ડિયા સુધી પહોંચી વર્ષ ૨૦૧૯માં કચ્છની શાળામાં ગ્રાસરૂટ સ્તરની પસંદગી દરમિયાન…
Read Moreબદલતા વાતાવરણમાં શારીરિક સ્વાસ્થ્યની કાળજી: બાળકો અને વૃદ્ધો માટે વિશેષ સાવચેતી
હિન્દ ન્યુઝ, ભુજ વર્તમાન સમયમાં વાતાવરણમાં સતત પરિવર્તન આવી રહ્યું છે. વરસાદની ઋતુમાં ભેજ વધે છે, તાપમાનમાં ઉતાર-ચઢાવ થાય છે અને હવા પ્રદૂષિત બને છે. આવા બદલતા વાતાવરણમાં શારીરિક સ્વાસ્થ્યની કાળજી લેવી અત્યંત જરૂરી છે. જો સમયસર સાવચેતી ન લેવાય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને વિવિધ બીમારીઓનો ભય વધી જાય છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ સમય વધુ સંવેદનશીલ છે. બાળકોનું રોગપ્રતિકારક તંત્ર હજુ સંપૂર્ણ વિકસિત નથી હોતું, તેથી તેઓ સરળતાથી ઠંડી, ખાંસી, તાવ કે પેટની બીમારીઓનો શિકાર બની શકે છે. વૃદ્ધોમાં પણ…
Read Moreવ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભુજના સાતમ – આઠમના મેળામાં વ્યસન મુક્તિ માટે નાગરિકોને અપીલ કરાઇ
હિન્દ ન્યુઝ, કચ્છ ગુજરાત સરકારના ગૃહ વિભાગના નશાબંધી અને આબકારી વિભાગ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ, ભુજ – કચ્છ ના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજના હમીસર કાંઠે યોજવામાં આવેલ સાતમ આઠમના મેળામાં લોકોને વ્યસન મુક્તિ માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ મોરબી ના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ અને નશાબંધી વિભાગના ઇન્સ્પેક્ટર શૈલેષભાઈ મારુ અને ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઇ શાહ અને ઉપપ્રમુખ બેન બિંદિયાબેન…
Read More