રાજ્યના આદિવાસી વિસ્તારના ધાર્મિક પ્રવાસનને મળશે વધુ વેગ

હિન્દ ન્યુઝ, નર્મદા 

➡️ દેવમોગરા ખાતે શ્રી યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ રૂપિયા 13.02 કરોડના પ્રોજેક્ટની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આપી મંજૂરી

➡️ ફેઝ – 2 હેઠળ ટ્રસ્ટની જગ્યામાં ધર્મશાળા તથા શ્રી યાહામોગી માતાજી મંદિરના ગર્ભગૃહના રિનોવેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે

➡️ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ શ્રી યાહામોગી માતાજી મંદિર, દેવમોગરા આદિવાસી સમાજની આસ્થા અને શ્રદ્ધાનું મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે; આ વિકાસ કામગીરીથી દેવમોગરા ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે રહેઠાણ તથા મંદિર પરિસરની સુવિધાઓમાં વધારો થશે.

Related posts

Leave a Comment