હિન્દ ન્યુઝ, અમદાવાદ
🔹 નવી વ્યવસ્થા હેઠળ શિક્ષણ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને તબીબી કારણોસર બદલી અથવા કક્ષા બદલી માટે જરૂરી પ્રમાણપત્ર સોલા GMERS હૉસ્પિટલ ખાતે મળી શકશે
🔹 સોલા GMERS ખાતેના નવા મંડળમાં ત્રણ સભ્યો રહેશે, તેના અધ્યક્ષ તરીકે સિવિલ સર્જન અથવા મેડિસિનના સિનિયર પ્રોફેસરની નિમણૂક કરવામાં આવશે
🔹 નવી વ્યવસ્થા હેઠળ અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લાના આવા કર્મચારીઓનું તબીબી પરીક્ષણ સોલા GMERSના સ્થાયી મેડિકલ બોર્ડ દ્વારા કરવામાં આવશે; આ 8 જિલ્લાઓ સિવાયના કર્મચારીઓ માટે નજીકના સ્થાયી તબીબી મંડળ મારફતે પ્રમાણપત્ર મેળવવાની અગાઉની વ્યવસ્થા યથાવત રહેશે
