દાહોદ જિલ્લામાં તા.૨૨ ના રોજ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તેમજ તા.૨૩ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગત ફરીયાદ યોજાશે

હિન્દ ન્યુઝ, દાહોદ

   સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવાનું સૂચન કર્યું છે.

જે અન્વયે, દાહોદ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ સપ્ટેમ્બરના મંગળવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી યોજવામાં આવશે. તેમજ તા.૨૩ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગત ફરીયાદ યોજાશે. 

અરજદારોએ આગામી તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/અરજી મામલતદાર કચેરીના સરનામાં પર મોકલી દેવાની રહેશે. તેમજ ઑનલાઇન પણ અરજી કરી શકશે.

અરજી મોકલતી વખતે અરજદારોએ આ તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત, જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને જો જિલ્લા કક્ષાનો પ્રશ્ન હોય તો જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ.

કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ પૂરતા આધાર- પુરાવા સાથે રજુઆત કરી શકશે. કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહીં. દાહોદ જિલ્લાના તમામ નાગરિકોને ઉપરોક્ત જિલ્લા/તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment