હિન્દ ન્યુઝ, કચ્છ
ગુજરાત સરકારના ગૃહ વિભાગના નશાબંધી અને આબકારી વિભાગ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ, ભુજ – કચ્છ ના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજના હમીસર કાંઠે યોજવામાં આવેલ સાતમ આઠમના મેળામાં લોકોને વ્યસન મુક્તિ માટે અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કચ્છ મોરબી ના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ અને નશાબંધી વિભાગના ઇન્સ્પેક્ટર શૈલેષભાઈ મારુ અને ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઇ શાહ અને ઉપપ્રમુખ બેન બિંદિયાબેન ઠક્કર , કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, દંડક બેન રૂપલબેન ચાવડા તથા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર પિંકલબેન પટેલ તથા ભુજ નગર પાલિકાના પદાધિકારી તથા ચૂંટાયેલા પ્રતિનિધિ અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.
