હમીરસર તળાવ ખાતે ના લોકમેળા માં રહેલ ફૂડ સ્ટોલ,પાણી પૂરી ની લારીઓ તેમજ અન્ય લારી ગલ્લાઓ ની અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, કચ્છ 

      ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાના હમીસર તળાવ પાસે યોજાયેલા લોકમેળા માં મેળાના બીજા દિવસે પણ કચ્છ જિલ્લામાં ડેઝિગ્નેટેડ ઓફિસર એ બી પટેલ ના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર્સ એમ.એમ. પટેલ તથા એસ.બી.પટેલ ની સંયુક્ત ટીમ દ્વારા હમીરસર તળાવ ખાતે ના લોકમેળા માં રહેલ ફૂડ સ્ટોલ,પાણી પૂરી ની લારીઓ તેમજ અન્ય લારી ગલ્લાઓ ની અચાનક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન ૨ કિગ્રા ખુલ્લા પડેલા બટાટા આશરે ૨ લિટર જેટલું પાણીપુરીનું પાણી નાશ કરાવેલ છે તેમજ તમામ પેઢીઓને તાજો ખોરાક બનાવી પીરસવાની સલાહ આપવામાં આવેલ છે તેમજ વેપાર કરતા એફ.બી.ઓ ને ટોપી હાથ મોજા તેમજ એપરોન પહેરવાની તેમજ સ્વચ્છતા જાળવવા માટેની કડક સૂચના આપવામાં આવેલ. તંત્રની ટીમ દ્વારા કુલ ૨૭ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવી છે.

Related posts

Leave a Comment