હિન્દ ન્યુઝ, જસદણ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ-દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ-અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-રાજકોટના નિર્દેશો મુજબ રાજ્યભરમાં ૧૪ મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતનો લાભ વધુમાં વધુ પક્ષકારો લઈ શકે તે માટે રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા રાજ્ય કાનુંની સેવા સત્તા મંડળના એકઝયુકીટિવ ચેરમેન બીરેન એ. વૈષ્ણવ તેમજ મેમ્બર ઓફ સેક્રેટરી આર.એ.ત્રિવેદી દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન…
Read MoreDay: September 11, 2024
કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામે આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસણી કરાઈ
હિન્દ ન્યુઝ, કાલાવડ હાલ સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામની સરકારી હોમિયોપેથીક દવાખાનાના મેડિકલ ઓફિસરએ અંગણવાડીની મુલાકાત લીધી હતી. તેમજ આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી અને બાળકો સહિત આંગણવાડીના સ્ટાફ મિત્રોને પોષણયુક્ત આહારના મહત્વ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read Moreઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા તથા પાનમ ડેમના જળાશયમાંથી અંદાજે ૧,૯૨,૦૦૦ ક્યુસેક્સ કરતાં વધારે પાણીનો પ્રવાહ છોડાશે
હિન્દ ન્યુઝ, આણંદ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા તથા પાનમ ડેમના જળાશયમાંથી કુલ અંદાજે ૧,૯૨,૦૦૦ ક્યુસેક્સ કરતાં વધારે પાણીનો પ્રવાહ છોડવાની શક્યત છે, જેને કારણે તા. ૧૧-૦૯-૨૦૨૪ના રાત્રે ૦૨:૦૦ કલાકે વણાકબોરી જળાશય ખાતે પાણીની સપાટી ૨૩૪ ફૂટ જેટલી થવાની સંભાવના છે. આથી, ફલડ મેમોરેન્ડમ ૨૦૨૪-૨૫ માં જણાવ્યા મુજબના મહી નદી કાંઠાના ગામોને જે તે સિગ્નલની લેવલની મર્યાદા મુજબ સાવચેતીના પગલાં લેવા તથા સ્થાનિક અને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસતંત્રને તમામ પ્રકારના સાવચેતીના પગલાં લેવા નાયબ કાર્યપાલક ઈજનર, ફલડસેલ મહી બેઝીન, નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Read More