કચ્છ જિલ્લા ના અલગ અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, કચ્છ 

       અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ આજરોજ રાપર તાલુકાના પ્રાગપર મુકામે કરેલ જેમાં ગામની જાહેર જગ્યાઓ , શેરીઓ, જાહેર રસ્તાઓની આજુબાજુ વગેરે જગ્યાઓના કચરાની સફાઈ કરવામાં આવી હતી.ગામનું પ્લાસ્ટિક એકત્રિત કરવા સાથે અને વેપારીઓને પ્લાસ્ટિક ના વાપરવા અને એની જગ્યાએ કાપડની થેલી વાપરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


       અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ આજરોજ અંજાર તાલુકા ના ભીમાસર મુકામે યોજવામાં આવ્યો હતો.


આજે રોજ ભચાઉ તાલુકાના ખારોઈ ગામે સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા અને પ્લાસ્ટિક ન વાપરવા બાબતે મિટિંગ દ્વારા વેપારીઓ જાગૃત કરવામાં આવ્યા તથા રસ્તાની સાઈડમાં પ્લાસ્ટિક કચરાની સફાઈ કામગીરી કરવામાં આવેલ.


      અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ આજરોજ માંડવી તાલુકાના ગઢશીશા મુકામે કરેલ જેમાં ગામની જાહેર જગ્યાઓ , શેરીઓ, જાહેર રસ્તાઓની આજુબાજુ વગેરે જગ્યાઓના કચરાની સફાઈ કરવામાં આવી હતી.ગામનું પ્લાસ્ટિક એકત્રિત કરવા સાથે અને વેપારીઓને પ્લાસ્ટિક ના વાપરવા અને એની જગ્યાએ કાપડની થેલી વાપરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


       ધાણેટી ગામે પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્લાસ્ટિકના ઉપયોગથી થતા પર્યાવરણીય નુકસાન અંગે માહિતી આપવામાં આવી તથા તેના વિકલ્પ તરીકે કાપડની થેલીઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવ્યો. ઉપસ્થિત નાગરિકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો. આ કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યેની સામાજિક જવાબદારીને મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થયો


      સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ આજરોજ લખપત તાલુકાના ઘડુલી મુકામે યોજવામાં આવ્યો હતો. જેમાં ગામની જાહેર જગ્યાઓ ,શેરીઓ, દુકાનો, શાળા વગેરે જગ્યાએ કચરાની સફાઈ સાથે ગામનું પ્લાસ્ટિક એકત્રિત કરેલ અને દુકાનો વેપારીઓને પ્લાસ્ટિક ના વાપરવા અને એની જગ્યાએ કાપડની થેલી વાપરવા સમજ આપવામાં આવી હતી.

Related posts

Leave a Comment