ડાંગ જિલ્લાના નોંધાયેલા ખાનગી તબીબોની ક્ષય રોગ વિષયક તાલીમ યોજાઈ ; ‘ટીબી નાબુદી અભિયાન-૨૦૨૫’ મા પ્રાઇવેટ પ્રેકટીશનરોના સહયોગ માટે કરાઈ અપીલ

હિન્દ ન્યુઝ, ડાંગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ટીબી નાબુદી અભિયાન-૨૦૨૫’ ને સાકાર કરવા માટે ડાંગ જિલ્લાના તમામ ખાનગી તબીબોને સહયોગી થવાની હાંકલ કરતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામીતે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, ક્ષય જેવા ગંભીર રોગને દેશવટો આપવા માટે જિલ્લામા નોંધાયેલા તમામ ખાનગી તબીબો આ બાબતે સંવેદનશીલતા કેળવે તેમ જણાવ્યુ હતુ.

Read More

આદિવાસી પ્રદેશ અગ્રણી ઓની ઉપસ્થિતિમાં તાલાલા ખાતે ધારાસભ્ય ભગવાનભાઇ બારડ ના અધ્યક્ષતા માં ઉજવાયો વિશ્વ આદિવાસી દિવસ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર-સોમનાથ ના પાટનગર એવા તાલાલા ગીર માં શ્રી બાઈ આશ્રમ ખાતે પ્રદેશ આદિવાસી અગ્રણીઓ ની ખાસ ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તાલાલા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમ માં આદિવાસી સમાજ દ્વારા દેશ વિદેશ માં પ્રચલિત આદિવાસી ધમાલ નૃત્ય નો ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આર્ટિસ્ટ એશોશીયેશન ઓફ ગુજરાત (આ.ઓ.જી.) સંગઠન દ્વારા લોક ડાયરો પૂરો પાડીને કાર્યક્રમ ને રંગીન બનાવ્યો હતો જેમાં જિલ્લા આ.ઓ.જી. પ્રમુખ ગાયિકા રેખાબેન ગોંડલીયા તથા મહામંત્રી જાણીતા લોક સાહિત્યકાર રાજાભાઈ ગઢવીએ સૌ દર્શકોના દિલ જીતી લીધા…

Read More

શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના હોલમાં ખારવા સમાજ ની પરંપરાગત રીતે ચુંટણી કરાઇ……

શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના હોલમાં ખારવા સમાજ ની પરંપરાગત દર વર્ષ ની જેમ શ્રાવણ માસને એકમ ના દિવસે પટેલ ની ચુંટણી કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ કામનાથ મહાદેવ ના મંદિર ના હોલમાં અધ્યક્ષો, ચોવતીયા, પંચ, સભ્યો મળતા જેમાં પટેલ તરીકે ઉમેદવારી કરવાની રજુઆત કરવામાં આવતા કોઈપણ સભ્ય પટેલ તરીકે આગેવાની કરવાની ના પાડતા હાજર રહેલ અધ્યક્ષ ચોવતીયા પંચ સભ્યો તથા ડાયરા ના પટેલઓ એ પટેલ તરીકે જીતુભાઇ કુહાડા ને બીન હરિફ જાહેર કરેલ આ સાથે જીતુભાઇ કુહાડા પટેલ ૧૭મી વખત ચૂંટાયેલા ને ૨ વખત ઉપ પટેલ…

Read More

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો થરાદ તાલુકા અને શહેર દ્વારા મહાનુભાવો ની પ્રતિમાઓને સાફસફાઈ અને ફુલહાર કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, થરાદ  ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા થરાદ શહેર અને તાલુકા દ્વારા થરાદમાં મહાનુભવો ની પ્રતિમાઓને જેમાં સ્વામી વિવેકાનંદ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, જગતા બા પટેલ અને થીરપાલ ધ્રુવ ની પ્રતિમાઓને સાફ-સફાઈ કરી અને ફૂલહાર કરવામાં આવ્યા.   જેમાં બનાસ બેન્ક ના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, થરાદ શહેર પ્રમુખ ચંપકલાલ ત્રિવેદી બંને મહામંત્રીઓ જહાભાઈ હડિયલ અને પ્રકાશભાઈ સોની થરાદ, રાજવી અર્જુનસિંહ વાઘેલા, તાલુકા મહામંત્રી અભેરામ ભાઈ રાજગોર, તાલુકા યુવા મોરચાના પ્રમુખ પ્રવિણભાઇ માળી અને મહામંત્રી નરેશભાઈ, યુવા શહેર પ્રમુખ હિતેશ વાણીયા મહામંત્રી દેવચંદભાઈ…

Read More

અમદાવાદ જીલ્લા યુવા મોરચા દ્વારા વિરમગામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, વિરમગામ આજે ક્રાંતિ દિવસ નિમિતે અમદાવાદ જીલ્લા યુવા મોરચા વિરમગામ શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ને પુષ્પાંજલિનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. વિરમગામ શહેરની મધ્યમાં ગોલવાડી દરવાજા બહાર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, જીલ્લા યુવા મોરચાના પ્રમુખ રણધીરસિંહ પઢેરિયા, જીલ્લા મંત્રી કીર્તિબેન આચાર્ય, જીલ્લા યુવા મોરચાના કોષાધ્યક્ષ ડૉ. ભાવેશ વર્મા, શહેર પ્રમુખ નરેશભાઇ શાહ, તાલુકા પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, નરેન્દ્રભાઇ સીતાપરા, શહેર મહામંત્રી મિતેષભાઇ આચાર્ય, મોરચા પ્રમુખ હિતેશભાઇ મુનસરા, તાલુકા મોરચા પ્રમુખ વિક્રમભાઇ ઠાકોર, રાહુલભાઇ નંદપાલ, જીલ્લા સોશિયા સહ ઇન્ચાર્જ…

Read More

પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા

હિન્દ ન્યુઝ, ડભોઇ છેલ્લા કેટલાક સમયથી છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક કર્મચારીઓના અગત્યના પડતર પ્રશ્નો બાબતે અગાઉ સરકાર સાથે સમાધાન થયેલ અને તે જાહેરાતની અમલવારી ન થતા છોટાઉદેપુર ખાતે આવેલ એસ.એફ. હાઈસ્કૂલમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણાં માટે સ્લોગન બેનરો સાથે બેઠા હતા અને કેટલાક સમયથી પડતર પ્રશ્નો અંગે બીજા તબક્કાનું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ અગાઉ થોડા દિવસો પહેલા પ્રથમ તબક્કાના ભાગરૂપે શિક્ષકો દ્વારા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ,…

Read More

તા.૨૫ના રોજ ભાવનગર શહેરનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારનાં આદેશ અનુસાર મુખ્યમંત્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૫/૦૮/૨૦૨૧ ના રોજ ૧૧:00 કલાકે સીટી મામલતદાર કચેરી, વિદ્યાનગર, બી.પી.ટી.આઈ. સામે, ભાવનગર ખાતે પોલીસ અધિક્ષક, ભાવનગરની અધ્યક્ષતામાં યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી/પ્રશ્ન રજુ કરતા પહેલા ભાવનગર શહેર સંબધિત કચેરીમાં અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણીત હોવી જોઈએ. આ કાર્યક્ર્મમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. કોર્ટ મેટર અને નિતિ વિષયક કે સામુહીક રજુઆત કરી શકશે નહી. અરજદારઓ…

Read More

‘શહેરી જન સુખાકારી દિવસ’- પાંચ વર્ષના પ્રજાલક્ષી સેવા યજ્ઞનો આઠમો દિવસ

હિન્દ ન્યુઝ, ભાવનગર તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત આજે આ કડીના આઠમા દિવસે ભાવનગર જિલ્લામાં ‘શહેરી જનસુખાકારી દિવસ’ અંતર્ગત ભાવનગરના સિહોરના ‘બંધન પાર્ટી પ્લોટ’ ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી ભાવનગરના મત્યોદ્યોગ રાજ્યમંત્રી પરશોત્તમભાઇ સોલંકીએ જણાવ્યું કે, જનતા જનાર્દનના સુખ માટે શક્ય એટલાં પ્રયત્નો કર્યો છે. આપના આશિર્વાદ છે કે, મને ૨૩ વર્ષથી લોકોની મંત્રી તરીકે સેવા કરવાનો અવસર મળ્યો છે. તેમણે ઉપસ્થિત લોકોને કહ્યું કે, હું…

Read More

રાજપીપલામાં મંત્રી ચુડાસમાની ઉપસ્થિતિમાં “શહેરી જન સુખાકારી દિવસ” નો જિલ્લાકક્ષાનો યોજાયેલો કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે આદરાયેલા રાજ્યવ્યાપી સેવાયજ્ઞના ભાગરૂપે આજે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ હેંમતભાઇ માછી, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, પૂર્વ રાજ્ય મંત્રી શબ્દશરણભાઈ તડવી, શહેરના અગ્રણી રમણસિંહ રાઠોડ, શ્રીમતી સપનાબેન વસાવા, ગજેન્દ્રસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ગોહિલ, નગરપાલિકાના સદસ્યઓ, નોંધારનો આધાર પ્રોજેક્ટના લાભાર્થી પરિવારો વગેરે સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના…

Read More

ઉના શહેર યુવા ભાજપ દ્વારા ક્રાંતિદિવસ ની ઉજવણી…….

ઉના શહેર યુવા ભાજપ દ્વારા ક્રાંતિદિવસ નિમિતે નગરપાલિકા ભવન ખાતે શ્રી સરદાર સાહેબ ની પ્રતિમાને અભિષેક કરી, ફુલહાર થી ક્રાંતિવીરો ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં ઉના શહેર યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા, ઉના તાલુકા યુવા ભાજપ પ્રમુખ સંજયભાઈ બાંભણીયા, ઉના શહેર યુવા ભાજપ મહામંત્રી કિરીટભાઈ વાજા, સહિત ના યુવા મોરચા ના ઉપપ્રમુખ, મહામંત્રીઓ તથા યુવા મોરચા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના 

Read More