અમદાવાદ જીલ્લા યુવા મોરચા દ્વારા વિરમગામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, વિરમગામ

આજે ક્રાંતિ દિવસ નિમિતે અમદાવાદ જીલ્લા યુવા મોરચા વિરમગામ શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ને પુષ્પાંજલિનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. વિરમગામ શહેરની મધ્યમાં ગોલવાડી દરવાજા બહાર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, જીલ્લા યુવા મોરચાના પ્રમુખ રણધીરસિંહ પઢેરિયા, જીલ્લા મંત્રી કીર્તિબેન આચાર્ય, જીલ્લા યુવા મોરચાના કોષાધ્યક્ષ ડૉ. ભાવેશ વર્મા, શહેર પ્રમુખ નરેશભાઇ શાહ, તાલુકા પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, નરેન્દ્રભાઇ સીતાપરા, શહેર મહામંત્રી મિતેષભાઇ આચાર્ય, મોરચા પ્રમુખ હિતેશભાઇ મુનસરા, તાલુકા મોરચા પ્રમુખ વિક્રમભાઇ ઠાકોર, રાહુલભાઇ નંદપાલ, જીલ્લા સોશિયા સહ ઇન્ચાર્જ દિપકભાઇ ડોડીયા, રણછોડસિંહ સોલંકી તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : કિરીટ રાઠોડ, વિરમગામ

Related posts

Leave a Comment