જિલ્લાના ગોંડલ ખાતે રાજ્ય કૃષિપ્રધાન આર.સી.ફળદુનાં હસ્તે વિવિધ વિભાગોના રૂપિયા ૧૩૭૭.૯૫ લાખના કામોનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આ સમારોહમાં કોલેજ ચોકમાં મહારાજા ભગવતસિંહજીની પ્રતિમા પાસે રૂપિયા ૫૨.૭૭ લાખનાં ખર્ચે નવનિર્મિત ભગવતસિંહજી ગાર્ડન સહીત તાલુકાના વિવિધ વિકાસ કાર્યોનું રાજ્યપ્રધાનના હસ્તે ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાયું હતું. ગોંડલ નાગરીક બેન્કના ચેરમેન જયંતિભાઇ ઢોલે જણાવ્યું હતું કે, રાજાશાહી સમયમાં મહારાજા સર ભગવતસિંહજીએ ભૂગર્ભ ગટર, પહોળાં રાજમાર્ગો, ટી.પી.સ્કીમ સહીત વિકાસશીલ સુશાન સાથે દુરંદેશી દાખવી હતી. આજે રાજ્ય સરકાર દ્વારા અઢળક ગ્રાન્ટ મળી રહી હોય ગોંડલ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. રાજ્ય…
Read MoreCategory: National
કેશોદ માં વીર દાદા જસરાજ શોર્ય દિન ની ઉજવણી
કેશોદ ના લોહાણા પરિવાર દ્વારા વીરદાદા જસરાજ શોર્ય દિન ની ઉજવણી કરવામાં આવી જેનું જીવન શૌર્ય, સેવા અને રાષ્ટ્ર રક્ષા ની ભાવના થી સભર અને સધ્ધર હતું તેવા લોહાણા ના સરતાજ વીર દાદા જસરાજ નો આજે શહીદ દિન તરીકે મનાવવા મા આવે છે ગૌ રક્ષા તથા ધર્મ રક્ષા કાજે જેણે લગ્ન મંડપ માંથી ઊભા થયને ગૌ રક્ષા માટે શહીદી વહોરી લીધી તેના માટે આજે કેશોદ રઘુવંશી સમાજ તથા જલારામ મંદિર કેશોદ દ્વારા ભજન, કિર્તન, આરતી તેમજે શૌર્ય ગાથાઓ રાખવા મા આવેલ શૌર્ય દિન ના આગલા દિવસે રઘુવીર સેના પ્રમુખ જીગ્નેશભાઈ…
Read Moreદરિયાઇ સુરક્ષા બાબતે મોરબી જિલ્લો વધુ સતર્કઃ જિલ્લા કક્ષાની દરિયાઇ સુરક્ષા કમિટિની બેઠક યોજાઇ
દરિયાઇ સુરક્ષા અંગે વિચાર-વિમર્શ કરી સુરક્ષાની દ્રષ્ટિએ વિવિધ પાસાઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી મોરબી, દરિયાઇ સુરક્ષાને સ્પર્શતા મુદ્દાઓની દેખરેખ, સંચાલન અને વ્યવસ્થાપન માટે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની દરિયાઇ સુરક્ષા કમિટિની બેઠક યોજાઇ હતી. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં દર ત્રણ માસે યોજાતી ત્રિમાસીક બેઠકમાં દરિયાઇ સુરક્ષા અંગે વિચાર-વિમર્શ કરી સુરક્ષાની દ્રષ્ટિએ વિવિધ પાસાઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મોરબી જિલ્લાના દરિયાઇ વિસ્તારમાં કાયદો અને સુરક્ષાની દ્રષ્ટિએ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે જિલ્લાના…
Read Moreકેશાેદમાં વ્યાજના વિષચક્રના ભરડામાંં ફર્નિચરના કારખાના માલીક જાણો શું કરીયુ ?
કેશોદ માં વ્યાજ ખોરો નો અતિષય ત્રાસ વધી રહ્યો છે ત્યારે તેવીજ એક ઘટના આવી સામે જે કૈક આવી છે ઉંઘની ગાેળીઓ પી બેભાન થનારા માર્શલ ફર્નિચર અને માનવ ફર્નિચરની પેઢીના માલીક મુકેશભાઇ રાજાભાઇ દેવધરિયાએ માેટું વ્યાજ ઉઘરાવતા 6 સામે નાેંધાવી ફરીયાદ આરાેપીઓ હમીરભાઇ જાડેજા, કારાભાઇ કડછા, ગાંગાભાઇઓડેદરા, અશ્વિનભાઇ સુબા, ગાેવિંદભાઇ ગજેરા, શામજીભાઇગજેરા વિરૂધ્ધ કેશાેદ પાેલીસ સ્ટેશનમાં ગુન્હાે દાખલ કરવામાં આવ્યો છે માેટું વ્યાજ ઉઘરાવનારાઓમાં જેની સામે ફરીયાદ નાેંધાવી તેમણે પેઢીના માલીક પરીવારાે સાથે ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી હતી આરાેપી એવા ગાેવિંદભાઇ ગજેરાએ વેપારીને ધમકાવી 2 ચેક લખાવી…
Read Moreકેશોદ નગર પાલિકા પ્રમુખ દ્વારા સામાન્ય જનરલ બોર્ડ ઘણા સમય થી નહિ બોલાવતા આપાયું આવેદન
કેશોદ નગરપાલિકા ની છેલ્લી ટર્મ માં ઘણાજ વાદ અને વિવાદો જેવાકે રોડ રસ્તા ના કામો માં થતો ભ્રષ્ટાચાર . મજૂર મંડળી માં ઉચાપતનીવાતો . રોશની માં LED ની કમી.કાયમી ડહોળું પાણી આવવું. પાલિકા દ્વારા મૂકવામાં આવેલી કચરાપેટીઓ માં થયેલો ભ્રષ્ટાચાર કેશોદ સાફ-સફાઈ ના કામો માં અણ આવડત વગેરે મુદ્દાઓને લઈને છેલ્લા દોઢેક વર્ષ થી ચર્ચામાં રહેલ છે ત્યારે તે બધી બાબતો માં કેશોદ શહેર કોંગ્રેસ દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કેશોદ શહેર ની જનતા ના હિત માટે કોઈપણ જાતનું નક્કર પરિણામ મળેલ નથી આ બધી બાબતોમાં વિશેષ વાત કરીએ તો…
Read Moreઅખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જિજ્ઞેશભાઈ કાલાવડિયાના પિતાશ્રીનું દુઃખદ અવસાન
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ* (ABPSS) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીજિજ્ઞેશભાઈ કાલાવડિયાના પિતા શ્રી ભીમજીભાઈ ખીમજીભાઈ કાલાવાડિયા નું 87 વર્ષની વયે તા.21-01-2020ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચીરશાંતિ અર્પે અને *શ્રી સ્વામિનારાયણ ભગવાન તેને અક્ષરધામ નું સુખ આપે તેવી પ્રભુ પ્રાર્થના જિજ્ઞેશભાઈ તથા સમસ્ત કાલાવાડિયા પરિવાર પર આવી પડેલ અણધારી દુઃખદ વેળાએ આ ઊંડા આઘાતમાંથી બહાર નીકળવાની શક્તિ આપે તે માટે સમસ્ત ” હિન્દ ન્યુઝ ” પરિવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે. •••••••••••••••••••••••• સદગતનું બેસણુંતા. 23-01-2020ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાન – 301-ડી, જીવરાજનગરી, અંબિકા ટાઉનશીપ, નાનામવા પાસે, રાજકોટ…
Read Moreઅમરેલી શહેરી અને ગ્રામ્ય માં કડકડતી ઠંડી માં ગિષ્મ નો અહેસાસ કરાવતા વિદ્વાન ભગવતાચાર્ય જયેશભાઈ પંડયા
અમરેલી ના જંગર ષડદર્શનચાર્ય વિદ્વાન શાસ્ત્રી જયેશભાઈ એન પંડ્યા જંગર વાળા દ્વારા અમરેલી શહેરી અને ગ્રામ્ય માં વિસ્તારો માં ધાબળા વિતરણ કડકડતી ઠંડી માં ગિષ્મ કરાવતી માનવતા રોડ રસ્તા વેરાન વગડા ઓ જાહેર સ્થળો રેલવે સ્ટેશન બસ સ્ટેશન આર્થિક પછાત વસાહતો માં ઠંડી માં ઠુઠવાતા ભુક્ષુકો ને ધાબળા બેન્કેટ ઓઢાડી માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતા કથાકાર તરફ થી જાતે જ જરૂરિયાત મંદો ને જરૂરી દ્રવ્ય અર્પણ કરાયું વસ્ત્ર ખાદ્ય સહિત ની સામગ્રી વિતરણ કરાય રહી છે
Read Moreમહારાષ્ટ્રના 53 મા વાર્ષિક નિરંકારી સંત સમાગમ ની તૈયારીઓ પુર જોશ માં
ભક્તિ ભાવ થી યુક્ત ઉત્સાહપૂર્ણ સેવાઓનો અદ્ભૂત દૃશ્ય ગુજરાત થી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભક્તો પ્રતિદિન સેવાઓ માં શામિલ પીપલોદ: મહારાષ્ટ્રના પ્રખ્યાત તીર્થસ્થળ, નાસિકના, બોરગડ, મખમલાબાદ, પેઠ, ધરમપુર ગુજરાત હાઈવે વિસ્તારમાં આશરે 212 એકરના વિશાળ ઠક્કર ગ્રાઉન્ડ પર મહારાષ્ટ્રના 53 માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પુર જોશ થી કરવા માં આવી રહી છે. સેવા કરતા નિરંકારી ભક્તોના ચહેરા પર ભક્તિ, ઉત્સાહ ના ભાવ પ્રકટ થાય છે, ઈશ્વર પ્રત્યેની તેમની સાચી શ્રદ્ધાનો અદભૂત નજારો પ્રત્યક્ષ થાય છે. આ વિધિવ્રત સેવાઓનું ઉદ્ધઘાંટન 22 મી ડિસેમ્બર, 2019 ના રોજ કરવામાં આવ્યું હતું અને…
Read Moreમોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે નારિ સમેલન અને કાયદાકીય જાગૃ્તિ શિબિર યોજાઇ
નારિ સંમેલનો અને શિબિર થકી મહિલાઓમાં સ્વનિર્ભરતા અને આત્મરક્ષણ માટે જાગૃતિ કેળવાઇ છેઃ સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબી ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર મોરબીના સયુંકત ઉપક્રમે મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે બંધારણ દિવસ અને મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મ જયંતિ ઉજવણી નિમિતે નારિ સમેલન અને કાયદાકીય જાગૃ્તિ શિબિર યોજાઇ હતી. નારિ સંમેલનના અધ્યક્ષસ્થાનેથી સાસંદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતુ કે, સમયાંતરે આવી શિબિર અને મહિલા સમેલનો થકી મહિલાઓ સ્વનિર્ભર થાય, રક્ષણ માટે જાગૃત બને, સરકારની યોજનાઓની જાણકારી મેળવી લાભ લે તે આ સરકારનો ઉદ્દેશ છે. માતાના ગર્ભમાં બાળક હોય ત્યારથી લઇ…
Read Moreરાધનપુર ખાતે ત્રણ પોલિસ સ્ટેશન મા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો
રાધનપુર, રાધનપુર ખાતે આવેલ પોલીસ સ્ટેશન માં અલગ અલગ જગ્યાએથી પકડાયેલ દારૂનો જથ્થો જેમાં વારાહી પોલીસ સ્ટેશન, સાંતલપુર પોલીસ સ્ટેશન માંથી કુલ 101481 બોટલો જેની કુલ કિંમત 16791861 રૂ. છે તેમજ રાધનપુર પોલીસ સ્ટેશન માં પકડાયેલ દારૂ ની બોટલો 46999 જેની કુલ કિંમત 5116222 રૂ. છે. આ તમામ પકડાયેલ દારૂ ના નો જથ્થો વર્ષ 18/19/20 નો હતો. સાંતલપુર ખાતે ત્રણેય પોલીસ સ્ટેશનમાનો આ તમામ દારૂનો જથ્થાને ભેગા કરી રાધનપુરનાં ચામુંડા માતાજીનાં મંદિર આગળ, મેહસાણા રોડ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર : ભગીરથસિંહ જાડેજા
Read More