મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગર દ્વારા મિશન શક્તિ હેઠળ જાતીય સમાનતા પર વિશેષ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     ભારત સરકારની “મિશન શક્તિ” યોજના હેઠળ, મહિલા અને બાળ અધિકારી કચેરી, જામનગર દ્વારા “સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન”ના નેજા હેઠળ એક વિશેષ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલશે, જેનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓને શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો અને સ્વાસ્થ્ય સંબંધિત બાબતો વિશે માહિતગાર કરવાનો છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારી, ડૉ. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ પાર્વતી દેવી શાળામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને જાતીય સમાનતા વિશે જાગૃત…

Read More

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક અને બિનસરકારી અનુદાનિત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ દ્વારા તારીખ: ૦૪/૦૯/૨૦૨૫ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત કુલ-૨૮૬ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે તથા તારીખ:૦૯/૦૯/૨૦૨૫ના રોજ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત કુલ-૫૩૨ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટ https://gserc.in/ પર જાહેર કરવામાં આવેલ છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી…

Read More

આણંદ ખાતે પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ શાખા દ્વારા પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતીના માર્ગદર્શન હેઠળ આણંદના સંગોડપુરા સ્થિત પ્રમુખ સ્વામી અર્બન કમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલએ જણાવ્યું હતું કે,સ્કૂલમાં જવા માટેની પૂર્વ તૈયારી સ્વરૂપે પા..પા..પગલી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.જે અન્વયે સમગ્ર વર્ષ દરમિયાન ભુલકાઓએ કરેલ પ્રવૃતિઓને મંચ પૂરું પાડવા માટે ભૂલકા મેળો અગત્યનું માધ્યમ બની રહ્યો છે. બાળકોના સર્વાગી વિકાસ માટે આ મુજબના ભૂલકા મેળાનું આયોજન તાલુકા કક્ષાએ પણ થવુ…

Read More

બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા શિક્ષક દિવસ વિશેષ શ્રેણી-2

બોટાદ       “શ્રી જનડા પ્રાથમિક શાળામાં વિજય સાહેબ વિજ્ઞાન વિષય ભણાવે એટલે અમને બધા પ્રયોગો સમજાઈ જાય…” આ શબ્દો છે જનડા પ્રાથમિક શાળામાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના… આજનો સમય વિજ્ઞાન, ટેક્નોલોજી અને સ્પર્ધાનો સમય છે. એવા સમયમાં શિક્ષણનું માધ્યમ માત્ર શીખવાડવાનું નથી રહ્યું, પણ બાળકના સર્વાંગી વિકાસ તરફ દોરી જતું કાર્ય બની ગયું છે. આપણી સરકારી શાળાઓમાં આ કાર્ય બખૂબીથી થઈ રહ્યુ છે. શ્રી જનડા પ્રાથમિક શાળામાં કાર્યરત શિક્ષક વિજયકુમાર મકવાણાને તાજેતરમાં શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત ગઢડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષકએ પોતાના…

Read More

બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા શિક્ષક દિવસ વિશેષ શ્રેણી

હિન્દ ન્યુઝ, બોટાદ      વિદ્યાર્થીઓ પાસે શાળાએ નહીં જવાનું તો કોઈ બહાનું જ નથી… અને બહાનું હોય પણ શા માટે? પ્રાકૃતિક વાતાવરણમાં સુંદર મજાની શાળા.. અને શાળામાં ખૂબ જ સહકાર આપતા પરિવાર જેવા શિક્ષકો… આજે વાત આવી બોટાદ જિલ્લાની આવી જ એક રમણીય શાળાની અને સકુશળ શિક્ષકની…  “વર્ગને સ્વર્ગ” બનાવવાની નેમ સાથે અને શાળાને શ્રેષ્ઠ બનાવવાનાં હેતુ સાથે તા.૨૪-૮-૨૦૧૩થી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં જલાલપુર પ્રાથમિક શાળામાં કાર્યરત શિક્ષક વિપુલસિંહ પરમાર…     વિપુલભાઈ ધોરણ આઠમાં સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રૂચિ વધે તે માટે શિક્ષકશ્રી…

Read More

પ્રાથમિક શાળા હાડગૂડના બે શિક્ષકો શિક્ષક દિન એ એક સાથે સન્માનિત થયા

હિન્દ ન્યુઝ, આણંદ      શિક્ષક દિન નિમિત્તે બાકરોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષક શ્રી કોમલબેન રાયજીભાઈ પટેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૫ વર્ષથી ફરજ બજાવે છે. બાકરોલ ખાતે આજે યોજાયેલ શિક્ષકદિનના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી અને મહાનુભાવોના હસ્તે તેઓનું બુકે, શાલ, પ્રમાણપત્ર અને રૂપિયા 5,000 ના ચેક આપી ને સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ શિક્ષક તરીકે ધોરણ ૩ થી ૫ માં અને છેલ્લા એક વર્ષથી ધોરણ ૧નાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને પાયો મજબુત બનાવી રહ્યા છે. શૈક્ષણિક…

Read More

સમાજ જીવનને યોગ્ય દિશામાં લઈ જવાની વિશેષ જવાબદારી શિક્ષકની છે : નાયબ મુખ્ય દંડક

પાંચમી સપ્ટેમ્બર : શિક્ષક દિન હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના બાકરોલ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા શિક્ષક દિન ઉજવણી કાર્યક્રમમાં શિક્ષણક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન આપનાર શિક્ષકોને, શાળાઓને તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાની પરંપરા અને સમાજના ઘડતરમાં શિક્ષકના અમૂલ્ય યોગદાન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, શિક્ષકો સમાજ નિર્માણનું અને આવનારા…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગરની જી.ડી.શાહ હાઇસ્કુલ ખાતે “શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ” યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર  .   રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલ જી.ડી.શાહ હાઇસ્કુલ ખાતે “શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ વર્ષ- 2025” યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જામનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે જામનગરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બે શિક્ષકો જેમાં ધ્રોલ તાલુકાની શ્રી જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયના અલ્પાબેન પટેલ તથા જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશચંદ્ર ધમસાણિયાને જિલ્લા કક્ષાનો પુરસ્કાર તથા 15 જેટલા…

Read More

“વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ડિગ્રી વિતરણની સાથે રોજગાર ભરતીમેળો યોજાયો”

હિન્દ ન્યુઝ, સુરત     વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તથા ગુજરાત સરકારની રોજગાર કચેરી, સુરત અને યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, સુરતના સયુંક્ત ઉપક્રમે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ૨૦૨૫માં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ખાસ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભારતીમેળામાં ૨૧૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી તેમજ પસંદગીમાં વાર્ષિક ૬ લાખ સુધીના પેકેજની પણ ઓફર કરવામાં આવી હતી.

Read More