હિન્દ ન્યુઝ, કાલાવડ
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કાલાવડ આયોજિત તા. 06/09/2025 ને શનિવારે બપોરે 12:30 કલાકે કાલાવડ વૃંદાવન રેસ્ટોરન્ટ ખાતે જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી પાલ અને મહામંત્રી શ્રી નાથાભાઈ કરમુર તથા જિલ્લાના અન્ય હોદ્દેદારશ્રીઓની ઉપસ્થિતિમાં કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવેલ. પધારેલ જિલ્લાના મહાનુભાવોનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કાલાવડના તમામ હોદ્દેદારો તેમજ સભ્યશ્રીઓની હાજરીમાં નવ નિયુક્ત કાલાવડ તાલુકાના શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તરીકે બીપીનભાઇ રાબડિયા, ઉપાધ્યક્ષ તરીકે ડો. આસિફભાઈ ઘાડા નિમણુંક કરવામાં આવ્યા તેમજ અન્ય નવ નિયુક્ત કારોબારી સભ્યોનું જિલ્લાના હોદ્દેદારશ્રીઓ દ્વારા ફુલહારથી સન્માન કરવામાં આવ્યું.

જિલ્લાના હોદ્દેદારશ્રીઓ દ્વારા શૈક્ષિક મહાસંઘના કાર્યો અને શિક્ષકોના હક બાબતે મુંઝવતા દરેક હકારાત્મક પ્રશ્નોના સફળતા પૂર્વક નિવારણ લાવવામાં શૈક્ષિક સંઘની ભૂમિકાની ક્ષણાવત કરવામાં આવી. સૌ કારોબારી સભ્યો દ્વારા સાથે મળીને ભોજન લેવામાં આવ્યું ત્યારબાદ જિલ્લા શૈક્ષિક સંઘના આગોતરા આયોજન અંગે વાર્તાલાપ કરી મિટિંગ પૂર્ણ કરવામાં આવી.
