રાણપુર તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ તા. ૨૪/૦૯/૨૦૨૫ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ 

            રાણપુર તાલુકાનો સપ્ટેમ્બર ૨૦૨૫ના માસનો “તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ”કાર્યક્રમ નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,બોટાદના અધ્યક્ષ સ્થાને તારીખ ૨૪/૦૯/૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાણપુર મામલતદાર કચેરી ખાતે યોજાશે.

          આ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં એવાં પ્રશ્નો જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવાં પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારશ્રીએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૯/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારનાં ૧૦:૩૦ કલાકથી સાંજનાં ૦૬:૧૦ કલાક સુધી અરજી સ્વીકારવામાં આવશે તેમ મામલતદાર, રાણપુર દ્વારા જણાવવામાં આવે છે.

 

Related posts

Leave a Comment