હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ અને ગઢડા તાલુકામાં આગામી દિવાળીનાં તહેવારો નિમિતે હંગામી ફટાકડા વેચાણ કરવા ઇચ્છતાં તમામ વેપારીઓને જણાવવામાં આવે છે કે, બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલા નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારોમા હંગામી ફટાકડા વેચાણ અંગેની પરવાનગી સમયસર આપી શકાય તે હેતુથી તમામ સબંધિત વેપારીઓએ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, તાલુકા સેવા સદન, ચોથો માળ, બોટાદ ખાતેથી એ.ડી.એમ શાખામાંથી નિયત નમુનામાં અરજી ફોર્મ આગામી તા.૦૬ /૦૯/૨૦૨૫થી મેળવી તા. ૨૨/૦૯/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમ્યાન (રજાના દિવસો સિવાય) રજુ કરવાનાં રહેશે. સમય મર્યાદા બાદ તથા અધૂરી વિગતો તથા અધુરા પુરાવાઓ વાળી અરજીઓનો અસ્વીકાર કરવામાં આવશે જેની સબંધકર્તા તમામે નોંધ લેવા નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની યાદીમાં જણાવવામાં આવે છે.
