ખાનગી હોસ્પિટલમાં થતુ ૭,૦૦,૦૦૦ ( સાત લાખ) સુધીનું આ ઓપરેશન રાજ્ય સરકારના કાર્યક્રમ અંતર્ગત તદ્દન વિનામૂલ્યે

હિન્દ ન્યુઝ, રાજકોટ     RBSK ટીમ દ્વારા છાસિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું, ટીમના ડો.ગૌતમ મકવાણા અને ડો. હિરલ ઠુંમરે આ બાળકનું તા. ૦૧/૦૧/૨૦૧૮ના રોજ સ્ક્રિનિંગ કરતા હૃદયમાં ખામી જણાતા જયદીપને પી.ડી.યુ.હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજકોટ ખાતેથી સંદર્ભ કાર્ડ ભરી યુ.એન. મહેતા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો. યુ.એન.મહેતા હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ બાળકને કોરોનરી હાર્ટ ડિસિઝ અને ટેટ્રોલોજી ઑફ ફેલોટ હોવાનું નિદાન કર્યું અને તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી. શાળા આરોગ્ય-આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત તમામ સારવાર અને સર્જરી સરકાર તરફથી મફત કરવામાં આવશે…

Read More

૨૧ ઓકટોબરના રોજ ‘‘વિશ્વ આયોડીન ડેફિસિયન્સી ડે’’ (વિશ્વ આયોડીન ઉણપ દિવસ)

હિન્દ ન્યુઝ, રાજકોટ     વિશ્વમાં દર વર્ષે ૨૧ ઓકટોબરના રોજ ‘‘વિશ્વ આયોડીન ડેફિસિયન્સી ડે’’ (વિશ્વ આયોડીન ઉણપ દિવસ) મનાવવામાં આવે છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને આ દિવસ ઉજવાયો હતો.     રાજકોટ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૨-અર્બન આરોગ્ય કેન્દ્રો, અને ૨૯૩-આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે તેમજ શાળાઓમાં કાર્યક્રમ, જાહેર સ્થળોએ બેનર, પોસ્ટર, પેમ્ફલેટ માઇક દ્વરા પ્રચાર પ્રસાર, તેમજ સોશ્યલ મીડીયા દ્વરા “વિશ્વ આયોડીન ડેફિસિયન્સી ડે”નો પ્રચાર-પ્રસાર કરી લોકજાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો.    …

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિગ્નલ સાથે ૧૦૮ સહિતની જી.પી.એસ. ધરાવતી ઈમરજન્સી સેવા

હિન્દ ન્યુઝ, રાજકોટ     ઇમર્જન્સીમાં મદદરૂપ બનતી ૧૦૮ એમ્બ્યુલન્સને સ્થળ પર પહોંચવા શહેરના મુખ્ય ચોકમાં ટ્રાફિક સિગ્નલ પર લાગતો વધારાનો સમય હવે દૂર થશે. રોડ સેફટી મિટિંગમાં આ અંગે ૧૦૮ ના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ચેતન ગાધેએ ટ્રાફિક સિગ્નલ ૧૦૮ એમ્બ્યુલન્સ માટે ખુલી જાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને આ અંગે વિચાર રજુ કરતા ટ્રાફિક સિગ્નલ વિભાગના અધિકારીઓ દ્વારા ટેક્નિકલ સપોર્ટ અંગે ચકાસણી કરવા જણાવ્યું હતું.      સૌ પ્રથમ રૈયા ચોક તેમજ ત્રિકોણ બાગ ખાતે આ પ્રેક્ટિસ કરાશે. ૧૦૮ એમ્બ્યુલન્સ સિગ્નલના ૫૦૦ મીટરના એરિયામાં પ્રવેશતા જ સિગ્નલ ગ્રીન થઈ જશે.…

Read More

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડિંડોલી ખાતે માનસિક સ્વાસ્થ્ય પર યોગ શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, સુરત  ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે ડિંડોલી સ્થિત ફ્લાવર ગાર્ડન પાસે યોગ શિબિર યોજાઇ હતી. આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ્ય ઘર ઘર સુધી યોગ પહોંચાડવાનો છે, જેથી દરેક વયના નાગરિકો માનસિક શાંતિ અને શારીરિક તંદુરસ્તી મેળવી શકે. શિબિર દરમિયાન યોગના વિવિધ આસનો અને પ્રાણાયામ દ્વારા તણાવ નિવારણ અને સ્વાસ્થ્ય સુધારવાનું માર્ગદર્શન અપાયું હતું. સુંદર પર્યાવરણીય માહોલમાં આયોજિત શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. યોગ શિબિરમાં જોડાયેલા નાગરિકોને યોગના ફાયદા સમજાવવા માટે યોગનું નિદર્શન કર્યું હતું. નિત્ય જીવનમાં યોગ અપનાવવા પ્રોત્સાહન આપ્યું હતું.…

Read More

જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા દ્વારા એક આઈસીયુ ઓન વ્હીલ્સ તથા ત્રણ નવીન 108 એમ્બ્યુલન્સ લોકાર્પિત કરાઈ 

હિન્દ ન્યુઝ, જામનગર      કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા તથા અધિક કલેક્ટર ભાવેશ ખેરના હસ્તે જામનગર જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ નવી આઇસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ આધુનિક સુવિધાઓથી સજ્જ નવી ત્રણ 108 એમ્બ્યુલન્સ પણ લોકાર્પિત કરાઈ હતી. જે જામનગર જિલ્લાની ત્રણ જૂની 108 એમ્બ્યુલન્સની સામે ફેરબદલ કરવામાં આવશે.     આ પ્રસંગે કલેક્ટરએ એમ્બ્યુલન્સની વિશેષતાઓ તથા દર્દીઓ માટે ઉપલબ્ધ કારવાયેલ નવીન સુવિધાઓ અંગેની 108 ના ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી તેમજ લીલી ઝંડી બતાવી આ તમામ એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું…

Read More

ગોંડલ તાલુકાના ગોમટા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મિલન હાપલિયા એ હાથ ધોવાથી થતા ફાયદા વિશે કરી વાત

હિન્દ ન્યુઝ, રાજકોટ      પ્રવર્તમાન સમયમાં આરોગ્યને લઈને તબીબી જગત અને નાગરિકો અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. આજે તંદુરસ્ત આરોગ્ય માટે પૌષ્ટિક આહાર, નિયમિત દિનચર્યા, કસરત, શારીરિક સ્વચ્છતા જેવી આદતો વિકસાવવી ખૂબ જરૂરી બની છે, ખાસ કરીને આરોગ્યની જાળવણી માટેની આદતો. તેમાંની એક આદત એટલે “હાથ ધોવાની” આદત. વિશ્વભરમાં “ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે” ની ઉજવણી થઈ રહી છે ત્યારે ચાલો જાણીએ કે સ્વચ્છતા અને ખાસ કરીને હાથ ધોવા શા માટે જરૂરી છે તે બાબતે ડોક્ટર્સનો મત શું છે. ગોંડલ તાલુકાના ગોમટા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મિલન હાપલિયા…

Read More

ગુજરાત સરકાર દ્વારા બાળકો તથા મહિલાઓ તંદુરસ્ત રહે અને ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ના સૂત્રને સાર્થક કરવા પોષણ માસની ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ     ગુજરાત સરકાર દ્વારા બાળકો તથા મહિલાઓ તંદુરસ્ત રહે અને ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ના સૂત્રને સાર્થક કરવા ગત તા. ૧થી ૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના લોધીકા ઘટકના ખીરસરા ગામ ખાતે બાળ તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ત્રણ બાળકોને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં અને તેઓને ઇનામ આપવામાં આવ્યાં હતાં. સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ તથા કિશોરીઓને એનિમિયા, બાળકના પ્રથમ સોનેરી ૧૦૦૦ દિવસ, સ્વચ્છતા, પૌષ્ટિક આહાર, ઝાડા નિયંત્રણ અંગે સમજ આપવામાં આવી હતી. તેમજ ટી.એચ.આર. (ટેક હોમ રાશન)ના ટેકનોલોજીયુક્ત…

Read More

સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ગામોમાં ૧૯૬ ‘આયુષ્યમાન આરોગ્ય શિબિર’ યોજાઇ: ૭૩૦૦ લાભાર્થીઓ લાભાન્વિત

વિકાસ સપ્તાહ ૨૦૨૪-સુરત જિલ્લો   હિન્દ ન્યુઝ, સુરત  રાજ્યવ્યાપી “વિકાસ સપ્તાહ”ની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સુરત જિલ્લાના વિવિધ ગામોમાં કુલ ૧૯૬ ‘આયુષ્યમાન આરોગ્ય શિબિર’ યોજાઇ. જેમાં વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરો દ્વારા દર્દીઓને ડાયાબિટીસ, હાયપરટેન્શન,ટી.બી, કેન્સર અને ચામડીના રોગો સહિતના રોગોની નિ:શુલ્ક પ્રાથમિક તપાસ અને સારવાર કરાઇ હતી.           જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પનો ૭૩૦૦ લાભાર્થીઓએ લાભ લઈ સારવાર મેળવી હતી.           સર્વ રોગ નિદાન કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર સર્વેશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં…

Read More

ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટ પ્રાકૃતિક ખેતી અપનાવી વધુ આવક મેળવીને અન્ય ખેડુતોને પ્રાકૃતિક ખેતીનાં મહાયજ્ઞમાં જોડાવા અપીલ કરી રહ્યા છે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના એક ખેડૂત આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમનો મબલક પાક તેમના ફાર્મમાં અને માર્કેટમાં વેચાણ કરી કમાણી કરી રહ્યા છે. ટીમાણા ગામના ખેડૂત કનુભાઈ ભટ્ટ આઠ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટના, બાગાયત વિભાગનાં અને સુભાષ પાલેકરનાં સેમિનાર દ્વારા ખેતી અંગેના ફાયદા જણાતા તેઓએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી આજે તેઓ વિધા દીઠ બે થી અઢી લાખની આવક મેળવે છે. આ ઉપરાંત આઠ વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતોએ તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ એમના પ્રાકૃતિક ખેતી ના માર્ગદર્શન થકી તેઓ પણ…

Read More

વેરાવળ-પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા મહિલાઓ માટે “ફ્રી મેડિકલ કેમ્પ” નું આયોજન

હિન્દ ન્યુઝ, વેરાવળ      વેરાવળ-પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા મહિલાઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. જે તા. 22-09-2024 ને રવિવાર ના રોજ સવારે 10:00 થી 12:00 વાગ્યા સુધી ગાયત્રી મંદિર, ડાભોર રોડ, વેરાવળ ખાતે યોજાશે.      ભાજપ પ્રદેશ મહિલા મોરચાની સુચનાથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને 6-વર્ષ પુરા થવા પર મહિલાઓ માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવાનું હોય જેથી ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ ડો. નિશાબેન ગોહેલ દ્વારા ઉષાબેન કુસકીયાને ઇન્ચાર્જ તથા તેમના સહ ઈન્ચાર્જ તરીકે રેખાબેન શાહ…

Read More