ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, મોરબી     હાલમાં ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા રહેલી છે. જે અનુસંધાને મોરબી જિલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના છે. આવા સંજોગોમાં લુ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમી ના કારણે લુ લાગવાના (સન સ્ટ્રોક) કેસો ખાસ કરીને શ્રમિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે. અસહ્ય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવા થવાથી ઘટે છે પરંતુ બહારનું તાપમાન ખુબજ ઊંચું…

Read More

સાંસદ પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગરમાં ૭મા જન ઔષધિ દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગરના જોલી બંગલા પાસે આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પર સાંસદ પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ભારત સરકાર, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય, ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજનાના સાતમા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાંસદએ જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે વ્યાજબી ભાવે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જન ઔષધિ કેન્દ્રો આશીર્વાદરૂપ છે. હાલના સમયમાં દવાઓ લોકો માટે અનિવાર્ય છે. જન ઔષધિ કેન્દ્રોમાં ગુણવતાયુક્ત દવાઓ ૩૦ ટકાથી માંડી…

Read More

હિમોફિલિયાના દર્દીઓની પડખે ગુજરાત સરકાર

હિન્દ ન્યુઝ, અમદાવાદ      અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪ માં હિમોફિલિયાના દર્દીઓ માટે રૂ.૮ કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શન પુરા પાડવામાં આવ્યા ઓપરેશન ની જરૂર હોય તેવા ૧૮ હિમોફીલીયાના દર્દીઓને જરુરી ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શનો આપી ઓપરેશન કરી જીવ બચાવવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા GMSCL મારફતે ખરીદી કરી આ ઇન્જેક્શન સરકારી સિવિલ હોસ્પિટલમાં તમામ જરુરીયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે

Read More

વડોદરા ખાતે મહિલા વિકલાંગ ૪૦ % કે તેથી વધુ હોય તેવી ૧૫ થી ૫૦ વર્ષ વચ્ચેની બહેનો માટે નિશુલ્ક ધોરણે ચાલતા તાલિમ વર્ગો નો લાભ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, વડોદરા     ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતા દિવ્યાંગો માટે નેશનલ કૈરિયર સર્વિસ સેંટર (મહિલા), ઠક્કર બાપા હોસ્ટેલ પરિસર, પેંશનપુરા, નિઝામપુરા રોડ, વડોદરા, ખાતે મહિલા વિકલાંગ કે જેની અપંગતા ૪૦ % કે તેથી વધુ હોય તેવી અસ્થિ વિષયક, બહેરી મૂંગી, અલ્પ અન્ધ, અન્ય, મંદ બુધ્ધિ હોય તેવી ૧૫ થી ૫૦ વર્ષ વચ્ચેની બહેનો માટે કેન્દ્ર માં ડ્રેસ મેકિંગ, કોમ્પુટર એપ્લિકેશન, કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેકિટસ ના તાલિમ વર્ગો નિ:શુલ્ક ધોરણે ચાલે છે. કેન્દ્ર માં ચાલતા ડ્રેસ મેકિંગ, કોમ્પુટર એપ્લિકેશન, કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેકિટસના તાલિમાર્થીયો ને ભારત…

Read More

૧૦૮ ઈમરજન્સી દ્વારા એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને બાળકની જીંદગી બચાવાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ                ‘૧૦૮ સેવા’ કટોકટીની પળોમાં આશીર્વાદ સમાન બને છે. આવો જ એક કિસ્સો કોડિદ્રામાં બન્યો હતો. જ્યાં તાલાલા ૧૦૮ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સમાં જ મહિલાની નોર્મલ પ્રસુતિ કરાવામા આવી હતી અને માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ અંગે ઇએમટી યોગેશભાઇએ જણાવ્યું હતું કે, વેરાવળ તાલુકાના કોડિદ્રા ગામે સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુઃખાવો થતા તાલાલા ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન આવ્યો હતો. જેથી ફરજ પરના કર્મચારી ઈએમટી અને પાયલોટ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ મહિલાને દુઃખાવો વધી ગયો હતો. જેના…

Read More

અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-2025 કોન્ફરન્સનો શુભારંભ

હિન્દ ન્યુઝ, અમદાવાદ      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, વરિષ્ઠ ડૉકટર્સ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-2025 કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો, તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું  મુખ્યમંત્રીએ આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ મંત્રનો સંદર્ભ આપતાં જણાવ્યું કે, આપણા પુરાણોમાં તમામ રોગના ઉપાયો દર્શાવ્યા છે, જેને આજે નવી ટેક્નોલૉજીની મદદથી ઉજાગર કરવાનો સમય છે

Read More

જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલ ખાતે પ્રોસ્થોડોન્ટીકસ ડે ૨૦૨૫ની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ , જામનગર               જામનગરમાં આવેલ ગર્વમેન્ટ ડેન્ટલ હોસ્પિટલના પ્રોસ્થોડોન્ટીકસ વિભાગ દ્વારા ૨૨ જાન્યુઆરી પ્રોસ્થોડોન્ટીકસ ડે ની ઉજવણી અંતર્ગત ૧૬ જાન્યુઆરી થી ૨૨ જાન્યુઆરી સુધી PROSTHO FIESTA સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન વિવિધ રસપ્રદ પ્રવુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પતંગ ડિઝાઈનીગ ,કાવ્યરચના ,રીલ્સ ,કચુટ ક્વીઝ, ગેમ ,બ્રોકસ ક્રિકેટ ,રંગોલી સ્પર્ધા ,શાકભાજી અને ફળો વડે દંત ક્રાફ્ટ જેવી રચનાત્મક પ્રવુતિઓ સાથે દર્દી જાગૃતતા કાર્યક્રમો અને કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત એમ. પી. શાહ વૃધ્ધાશ્રમના દર્દીઓને સારવાર…

Read More

જામનગરમાં આગામી 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મિલેટ મહોત્સવ – પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025

હિન્દ ન્યુઝ, જામનગર              મીલેટ (શ્રી અન્ન) જેવા કે જુવાર, બાજરી, રાગી, કાગ, ફટકી, સામો, -વગેરેના મહત્વ વિશે જાણકારી વધે તેમજ તેમાંથી બનતી વાનગીઓ વિશે જાગૃતતા આવે તે હેતુસર મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ- ૨૦૨૫નું આયોજન જામનગર શહેરમાં તારીખ ૮ અને ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ બે દિવસ સુધી સવારે ૯:૦૦ થી રાત્રીના ૯:૦૦ સુધી કરવામાં આવશે. મહાનગર પાલિકા ગ્રાઉન્ડ, ઓસવાળ-૩, શ્રીજી હોલ પાછળ, એમ્યુઝમેંટ પાર્ક પાસે આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મિલેટની વાનગીઓ/પ્રોડક્ટનું પ્રદર્શન તેમજ મિલેટ પકવતા અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોની પ્રોડક્ટનું પ્રદર્શન,…

Read More

CPR શું છે, CPR ક્યારે આપવું અને ક્યારે ન આપવું જોઇએ. આ જીવન-બચાવ કૌશલ્ય વિશે જાણકારી મેળવીએ

હિન્દ ન્યુઝ, ભાવનગર  CPR શું છે?        CPR એટલે કાર્ડિયો-પલ્મોનરી રિસસાઇટેશન. જેના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હોય તેવા વ્યક્તિના મગજમાં અસ્થાયી રૂપે ઓક્સિજનયુક્ત રક્તનું પરિભ્રમણ કરવા માટે તે એક કટોકટીની સારવાર છે.સીપીઆર હાર્ટ એટેક અથવા ડૂબવાના કેસમાં જીવન બચાવનાર સાબિત થાય છે, જ્યાં પીડિતોના ધબકારા બંધ થઈ ગયા હોય અને તાત્કાલિક સારવારની જરૂર હોય. જ્યારે કોઈનું જીવન જોખમમાં હોય ત્યારે નિપુણતા જરૂરી નથી મૂળભૂત જ્ઞાન પૂરતું છે. કોઈને મદદ કરવા માટે, આ CPR માર્ગદર્શિકા અનુસરો:      જો વ્યક્તિ શ્વાસ ન લઈ રહ્યો હોય, તો સૌ પ્રથમ…

Read More

કાલાવડ બાર એસોસિએશન દ્વારા ‘રકતદાન કેમ્પ’ નું આયોજન

હિન્દ ન્યુઝ, કાલાવડ               રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ નિમિત્તે કાલાવડ બાર એસોસિએશન ‘બાર અને બેંચ’ નાં ઉપક્રમે જામનગર જી.જી હોસ્પિટલ ના ડોક્ટરોના સહકાર સહયોગ થી કાલાવડ કોર્ટ બિલ્ડીંગ ખાતે “બ્લડ ડોનેશન કેમ્પ” યોજાયો. આ બ્લડ ડોનેશન કેમ્પ માં કાલાવડ પ્રિન્સીપાલ સીવીલ જજ એન્ડ જયુડિ. મેજિસ્ટ્રેટ (ફ.ક.) આર.કે.ટંવર નાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી “રક્તદાન કેમ્પ” ની શરૂવાત કરવામાં આવી. આ કાર્યક્રમમાં એ.પી.પી. કારિયા, સી.ઓ.સી. એમ.આર.ગઢવી સાથે વકીલો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  બાર એસોસિએશનનાં પ્રમુખ શ્રી જયેશભાઈ વાઘાણી દ્વારા તમામ રક્તદાન કરનાર રક્તદાતાઓનું સ્વાગત કરેલ…

Read More