આચારસંહિતાનો અમલ કરવા તેમજ લોકોની માલ મિલ્કતને થતી હાનિ/ બગાડ અટકાવવા પર નિયંત્રણ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડેલ

હિન્દ ન્યુઝ, ગુજરાત આગામી ચૂંટણી અંતર્ગત ઉમેદવારોના મર્યાદા કરતા વધુ પ્રચાર ખર્ચ પર નિયંત્રણ મુકવા અંગેના તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચૂંટણી પંચ તરફથી અપાયેલ સૂચના મુજબ આચારસંહિતાનો અમલ કરવા તેમજ લોકોની માલ મિલ્કતને થતી હાનિ/ બગાડ અટકાવવા પર નિયંત્રણ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડેલ છે. કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા સક્ષમ અધિકારીની મંજૂરી વગર ધ્વજ, બેનર્સ, હોર્ડિંગ, કટઆઉટ જેવા પ્રચારના સાધનો જાહેરસ્થળોએ લગાવી શકાશે નહિ. તેમજ આ અંગેનો ખર્ચ વિસ્તારના ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં યોગ્ય જગ્યાએ દર્શાવવાનો રહેશે. ઉમેદવાર, ઉમેદવારીપત્રો ભરવા કે ઉમેદવારીપત્રોની ચકાસણીમાં હાજરી…

Read More

આગામી ચૂંટણીના અનુસંધાને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા

હિન્દ ન્યુઝ, અમરેલી આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી અને કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.વી.વાળાએ કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં જણાવેલ છે કે તા. ૭/૧૨/૨૦૨૧ થી તા. ૨૧/૧૨/૨૦૨૧ સુધી સમગ્ર અમરેલી જિલ્લાના વિસ્તારમાં કોઇપણ ઇસમે શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી કે શારીરિક ઇજા-હિંસા પહોંચાડવા ઉપયોગી થઇ શકે તેવી કોઇપણ ચીજવસ્તુ, સ્ફોટક પદાર્થ અથવા પથ્થરો સાથે ઘર બહાર નીકળવું નહિ. કોઇ આકૃત્તિઓ અથવા પુતળા દેખાડવા નહીં…

Read More

ચૂંટણી પ્રચાર માટે ઇલેકટ્રોનિક મીડિયામાં જાહેરાત આપવા અંગે જાહેરનામું

અરજી જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેકટરને અરજી કરવાની રહેશે હિન્દ ન્યુઝ, મોરબી મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા મોરબી જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીને ધ્યાને લઇ ટેલીવીઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારને તેમની જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવા જણાવ્યું છે. આ અંગે પ્રસિધ્ધ થયેલ જાહેરનામા પ્રમાણે પ્રવર્તમાન ચૂંટણી દરમિયાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારના ટેકેદારો તરફથી ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી પ્રસારણ…

Read More

રોલ ઓબ્ઝર્વર હર્ષદ પટેલ આજે ૧૦ ડિસેમ્બરે અમરેલી જિલ્લાની મુલાકાતે રોલ ઓબ્ઝર્વર ચૂંટણી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરશે

હિન્દ ન્યુઝ, અમરેલી આજે ૧૦ ડિસેમ્બરના રોલ ઓબ્ઝર્વર હર્ષદકુમાર પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. રોલ ઓબ્ઝર્વર તાજેતરમાં હાથ ધરવામાં આવેલા મતદાર નોંધણી કાર્યક્રમની સમીક્ષા કરવા રોલ ઓબ્ઝર્વર અમરેલી જિલ્લાની મુલાકાતે છે. રોલ ઓબ્ઝર્વર ૫ કલાકે મતદાર નોંધણી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ સાથે બેઠક કરશે.

Read More

ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત જુદા જુદા ગામોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા

હિન્દ ન્યુઝ, જામનગર આગામી તા. ૧૯ ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયત સામાન્ય/પેટા ચૂંટણી યોજાનાર છે. જે માટે જામનગર જિલ્લાના વિવિધ ગામો ખાતે મતદારોને પ્રોત્સાહિત, પ્રશિક્ષિત કરવા અને મતદારો કાયદા/નિયમોની જોગવાઈઓ અને ચૂંટણી પ્રક્રિયા અંગે સમજણ મેળવે તેમજ મતદાન કરવા પ્રેરાય તે હેતુથી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સ્વીપના નોડલ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીના પ્રતિનિધિ મંજુલાબેન પટેલ. પ્રાંત યુવા વિકાસ અધિકારી મહેશજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ તા.૦૪ ડિસેમ્બરના રોજ જામનગર તાલુકાના મોટી બાણુંગર તેમજ ધ્રોલ તાલુકાના ખારવા, વાંકિયા,…

Read More

ધોરડો ખાતે ફૂડ સ્ટોલ માટે રસ ધરાવનારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને ૧૫મી ડિસેમ્બર સુધીમાં અરજી કરવી

હિન્દ ન્યુઝ, ભુજ ધોરડો ખાતે રણોત્સવ ૨૦૨૧-૨૨ દરમ્યાન ખાણી-પીણી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટસીટી પાસે ઊભી કરવામાં આવેલ છે. ૧૫ ફૂડ સ્ટોલ માટે રસ ધરાવતા સખી મંડળ/સ્વ સહાય જુથના સભ્યો/કારીગરો/ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલ ધંધાર્થીને તા.૧૦/૧૨/૨૦૨૧ થી તા. ૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મિશન મંગલમ શાખા ભુજની કચેરીમાં અરજી કરવાની રહેશે તથા વહેલા તે પહેલાના ધોરણે સ્ટોલ ફાળવણી કરવામાં આવશે. જો કોઈ માર્ગદર્શનની જરૂર જણાય તો કચેરી સમય દરમ્યાન અત્રેની કચેરી ઓફિસ નં ૨૨૮,જૂની મામલતદાર ઑફિસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,મિશન મંગલમ શાખા, મુંદ્રા રોડ, ભુજ-કરછ તેમજ ૯૦૯૯૯૫૬૩૭૦ પર સંપર્ક કરી…

Read More

કોંગ્રેસ પક્ષ દ્રારા ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટી માઈનોરિટી ડિપાટૅમેન્ટનાં રાષ્ટ્રીય ચેરમેન મોહતરમ જનાબ મોહંમદ ઈમરાન પ્રતાપગઢી ને શુભેચ્છા

કોંગ્રેસ પક્ષ દ્રારા ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટી માઈનોરિટી ડિપાટૅમેન્ટ ને મજબુતી પ્રદાન કરવા માટે ઉત્સાહી અને સ્પષ્ટ વક્તા નવ યુવાન એવા નવા નિમાયેલા રાષ્ટ્રીય ચેરમેન મોહતરમ જનાબ મોહંમદ ઈમરાન પ્રતાપગઢી ને શુભેચ્છા સહ અભિનંદન પાઠવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી ડિપાટૅમેન્ટ નુ ડેલીગેટ જેમા પ્રદેશ ના હોદેદારો જીલ્લા ચેરમેનો તથા જીલ્લા ના હોદેદારો એ દીલ્હી સ્થિત ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમિટી (A I C C) ની અકબર રોડ ઉપર આવેલ ઓફિસે જઈ શુભેચ્છા મુલાકાત લઈ અને તેમનુ પુષ્પગૃચ્છ થી સ્વાગત કરી તેઓ કોંગ્રેસ પક્ષ અને દેશ માટે તેમના રહેલ કાબેલિયત ખંત અને…

Read More

અમદાવાદ જીલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પારુલબેન અબારામભાઈ પઢાર અમદાવાદ જિલ્લા પંચાયત ના પ્રમુખ બન્યા

હિન્દ ન્યૂઝ, વિરમગામ અમદાવાદ જિલ્લા પંચાયત મા ભાજપ ની બહુમતી છતાંય પ્રમુખ કોંગ્રેસ ના પારુલબેન અંબારામ ભાઈ પઢાર બન્યા. મળતી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લા પંચાયત માં આવખતે આદિવાસી અનામત શીટ હોવાથી ફક્ત એક આદિવાસી શાહપુર બેઠક હોવાથી ભારતિય જનતા પાર્ટી પાસે બહુમતી હોવા છતાં કોંગ્રેસ ના શાહપુર શીટ પર વિજેતા ઉમેદવાર ને પ્રમુખ જાહેર કરવા પડેલ. રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ

Read More

ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત ના ભાજપ ના વિજેતા ઉમેદવારોનું સન્માન વનમંત્રીની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ઉમરપાડા   ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 16 બેઠકનાં ભાજપનાં વિજેતા ઉમેદવારોનું આજે ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામે આવેલા APMC માર્કેટનાં કમ્પાઉન્ડમાં સન્માન કરવા માટેનો કાર્યક્રમ વનમંત્રી ગણપતસિંહ વસાવાની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. ઉમરપાડા તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ બેઠકો ભાજપે કબ્જે કરી છે. આ તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપનાં પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, મહામંત્રી દીપકભાઈ વસાવા, દિલીપસિંહ રાઠોડ સહિત અનેક આગેવનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વનમંત્રી ગણપતસિંહ વસાવાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. એમણે જણાવ્યું કે રાજ્યમાં…

Read More

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 2021 લઈને આજ રોજ

હિન્દ ન્યૂઝ, હિંમતનગર સાબરકાંઠા જિલ્લા હિંમતનગર તાલુકામાં આવેલ પાણપુર મતદાન મથક પ્રાથમિક શાળામાં આજરોજ મતદાન ચાલી રહ્યું છે ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વોટ ગણતરી સવારથી લઈને 11 વાગ્યા સુધી ટોટલ 231 મતદાન પાણપુર વિસ્તારમાં થયું છે. રિપોર્ટર : શાહબુદ્દીન શિરોયા, હિંમતનગર

Read More