ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત ના ભાજપ ના વિજેતા ઉમેદવારોનું સન્માન વનમંત્રીની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ઉમરપાડા

  ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 16 બેઠકનાં ભાજપનાં વિજેતા ઉમેદવારોનું આજે ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામે આવેલા APMC માર્કેટનાં કમ્પાઉન્ડમાં સન્માન કરવા માટેનો કાર્યક્રમ વનમંત્રી ગણપતસિંહ વસાવાની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. ઉમરપાડા તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ બેઠકો ભાજપે કબ્જે કરી છે. આ તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપનાં પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, મહામંત્રી દીપકભાઈ વસાવા, દિલીપસિંહ રાઠોડ સહિત અનેક આગેવનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વનમંત્રી ગણપતસિંહ વસાવાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. એમણે જણાવ્યું કે રાજ્યમાં હાલમાં નવું સૂત્ર ચાલુ રહ્યું છે વી.આર. અને સી.આર. એટલે કે વિજયભાઈ રૂપાણી અને સી.આર.પાટીલ ની જોડીએ ચૂંટણીમાં ખળભળાટ મચાવી દીધો છે. એમણે કહ્યું કે સમગ્ર રાજ્યનાં નકશામાં નેવું ટકા વિસ્તારમાં કમળ છવાઈ ગયું છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment