હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રોજગારક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા ખાતે તા. 6 જુલાઈથી 20 દિવસીય ફિનિશિંગ સ્કૂલ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ટી.વાય.બી.એસ.સી. તથા એસ.વાય.બી.એસ.સી.ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરમિયાન કાર્યક્રમના મુખ્ય ટ્રેનર પિંકલ પટેલ દ્વારા વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષા પ્રત્યે આત્મવિશ્વાસ વિકસે તે માટે અસરકારક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે કમ્યુનિકેશન સ્કિલ, સોફ્ટ સ્કિલ્સ, વ્યક્તિત્વ વિકાસ અને રોજગાર માટે જરૂરી કૌશલ્યો અંગે પણ વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન વિવિધ પ્રેરણાત્મક…
Read MoreAuthor: Admin
ધાનપુર તાલુકામાં લીમડી મેન્દ્રી–લીમડીયા આંગણવાડી કેન્દ્ર રોડનું સપાટી સુધારણા અને રિસર્ફેસિંગ કાર્ય પૂર્ણ
હિન્દ ન્યુઝ, ધાનપુર દાહોદ જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત ધાનપુર તાલુકાના લીમડી મેન્દ્રીથી લીમડીયા આંગણવાડી કેન્દ્ર રોડ પર સપાટી સુધારણા તેમજ રિસર્ફેસિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી એમ.એમ.જી.એસ.વાય. (MMGSY) વર્ષ 2023-24 હેઠળ હાથ ધરવામાં આવી હતી. માર્ગના નવીનીકરણથી સ્થાનિક ગ્રામજનોને સુરક્ષિત, સરળ અને ઝડપી અવરજવર સુલભ બનશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ તેમજ રોજિંદા મુસાફરી કરતા લોકો માટે આ માર્ગ વધુ સુવિધાજનક સાબિત થશે.
Read MoreShravanotsav@Vadnagar રીલ સ્પર્ધા 2026 – બીજો તબક્કો
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા શું તમે વડનગરના આધ્યાત્મિક વારસાને સર્જનાત્મક રીતે દુનિયા સમક્ષ રજૂ કરવા તૈયાર છો? પ્રથમ સપ્તાહમાં ‘અનંત અનાદિ વડનગર’ થીમ પરની રીલ કોમ્પિટિશન પૂર્ણ થતા દ્વિતીય સપ્તાહની રીલ કોમ્પિટિશન શરૂ…. આ સપ્તાહની થીમ: Shravanotsav@Vadnagar – 📱 રીલ બનાવો – 📲 Instagram અથવા YouTube પર Public પોસ્ટ કરો – 🔗 તેની લિંક MyGov Gujarat પર સબમિટ કરો આકર્ષક રોકડ ઇનામો! પ્રથમ: ₹31,000 દ્વિતીય: ₹21,000 તૃતીય: ₹11,000 સ્પર્ધા: 06 ઓગસ્ટથી 12 ઓગસ્ટ 2026 સરકારી અધિકારી અને કર્મચારી પણ ભાગ લઈ શકશે આજે જ ભાગ લો:
Read Moreઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીર સામે સઘન ચેકિંગ
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીર સામે સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે. છેલ્લા 6 મહિનામાં લેવામાં આવેલા 218 પનીરના નમૂનાઓમાંથી 57 સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે, જેમાં 23 નમૂનાઓમાં એનાલોગ પનીર મળી આવ્યું છે. હવે ગુજરાત સરકારના પ્રતિબંધને અનુસરી શહેરભરમાં ઉત્પાદકો, વિક્રેતાઓ, હોલસેલરો, હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે FSSAI અને GPMC Act હેઠળ યુનિટ સીલ કરવા, લાઇસન્સ રદ કરવા અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
Read Moreશિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર શહેરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણથી વંચિત રહેલા તેમજ શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષણવિદો, શિક્ષકો, અધિકારીઓ અને નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમને સંબોધતા રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે રાજ્યમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા…
Read Moreજામનગરમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાનો સંવેદનશીલ અભિગમ
હિન્દ ન્યુઝ, જામનગર મંત્રીએ સોનલ નગર, લાલવાડી અને માધાપર ભૂંગા વિસ્તારમાં પહોંચી વાલીઓ સાથે લાગણીસભર ગોષ્ઠિ કરી શિક્ષણનું મહત્વ સમજાવવાની સાથે રાજ્ય સરકારની શૈક્ષણિક યોજનાઓની માહિતી આપી જામનગર ખાતે યોજાયેલ ‘સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ’ માત્ર એક સરકારી ઔપચારિકતા પૂરતો મર્યાદિત ન રહેતા, રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના સંવેદનશીલ અને પ્રેરણાદાયી અભિગમનો સાક્ષી બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રીશ્રીએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી. શૈક્ષણિક કાર્યક્રમો પૂર્ણ થયા બાદ, ‘કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે’ તેવા રાજ્ય સરકારના…
Read Moreમહિલા સશક્તિકરણ તરફ વધુ એક કદમ: નારી વંદન ઉત્સવ–૨૦૨૬ નર્મદા જિલ્લો
હિન્દ ન્યુઝ, સુરત રાજપીપળા ખાતે શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના હેઠળ ‘મહિલા સ્વાવલંબન દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી! જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા વિશેષ ભરતીમેળામાં એસબીઆઈ લાઈફ, એમઆરએફ, યુકોહામા ટાયર્સ અને ક્રેડિટએક્સેસ જેવી નામાંકિત સંસ્થાઓ દ્વારા ૧૦૦થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ.
Read Moreધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે પૂરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ સહાયનું વિતરણ
હિન્દ ન્યુઝ, સુરત અંબિકા તાલુકાના અનાવલ અને વલવાડા ગામે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે રાજ્ય સરકારની રાહત સહાય યોજના અંતર્ગત પૂરથી અસરગ્રસ્ત ૨૧૫ પરિવારોને કેશ ડોલ સહાય અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આપત્તિગ્રસ્ત નાગરિકોને ઝડપથી રાહત અને સહાય પહોંચાડવા પ્રતિબદ્ધ છે. પૂરથી અસરગ્રસ્ત પરિવારોને સમયસર સહાય મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુનિયોજિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સહાયનો લાભ અંબિકા તાલુકાના આંગળધરા, કોસ, વેહવલ, ગાંગડીયા, કુમકોતર, અનાવલ, તરકાણી, લસણપોર, બુટવાડા,…
Read Moreભ્રષ્ટાચાર સામે ‘ઝીરો ટોલરન્સ’: પંચાયતોના વાર્ષિક ઑડિટ બાદ ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ ફરજિયાત
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પારદર્શક પંચાયતની દિશામાં વધુ એક મહત્ત્વનું પગલું ભરતા તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ને સૂચના આપી છે કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું વાર્ષિક ઑડિટ પૂર્ણ થતાં જ ફરજિયાત ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ યોજવામાં આવે, જેથી ગંભીર ગેરરીતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે. ઉલ્લેખનીય છે કે, પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે તા.28/07/2026ના રોજ એક પરિપત્ર જાહેર કરી સમગ્ર રાજ્યમાં નવી પ્રક્રિયા અમલમાં મૂકી છે. નવી વ્યવસ્થા મુજબ હવે દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતનું ઑડિટ પૂર્ણ થતાં…
Read Moreગાંધીનગર ખાતે તા. 6થી 8 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલા ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેરનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા. 6થી 8 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલા ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેરનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ એક્ઝિબિશનની મુલાકાત દરમિયાન ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, ગોવા સહિતના વિવિધ રાજ્યોના સ્ટોલ્સ નિહાળ્યા તેમજ સ્ટોલ ધારકો સાથે વાતચીત કરીને સંબંધિત રાજ્યોની પ્રવાસન પ્રોત્સાહન યોજનાઓ સહિતની વિગતો પણ જાણી. ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેર-2026ની આ એડિશનમાં 900થી વધુ એક્ઝિબિટર્સ તેમજ જુદા-જુદા રાજ્યોના પ્રવાસન વિભાગો ભાગ લઈ રહ્યા છે; જેમાં ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખાઉંટે તથા ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ…
Read More