ગાંધીનગર ખાતે તા. 6થી 8 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલા ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેરનો પ્રારંભ

 હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા. 6થી 8 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલા ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેરનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ એક્ઝિબિશનની મુલાકાત દરમિયાન ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, ગોવા સહિતના વિવિધ રાજ્યોના સ્ટોલ્સ નિહાળ્યા તેમજ સ્ટોલ ધારકો સાથે વાતચીત કરીને સંબંધિત રાજ્યોની પ્રવાસન પ્રોત્સાહન યોજનાઓ સહિતની વિગતો પણ જાણી.

ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેર-2026ની આ એડિશનમાં 900થી વધુ એક્ઝિબિટર્સ તેમજ જુદા-જુદા રાજ્યોના પ્રવાસન વિભાગો ભાગ લઈ રહ્યા છે; જેમાં ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખાઉંટે તથા ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ પણ સહભાગી થયા.

Related posts

Leave a Comment