ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના બનાસકાંઠાના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રના નિર્માણ અર્થે ભૂમિપૂજન અને ‘પહેલી ઈંટના સાક્ષી’ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા 

     આજે પાલનપુર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના બનાસકાંઠાના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રના નિર્માણ અર્થે ભૂમિપૂજન અને ‘પહેલી ઈંટના સાક્ષી’ કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં સંપન્ન થયું.

આશરે ₹10 કરોડના ખર્ચે નિર્માણ પામનારું આ અદ્યતન શૈક્ષણિક અને નિવાસી કેન્દ્ર બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઘરઆંગણે ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ, ડિજિટલ લર્નિંગ અને શૈક્ષણિક સેવાઓ મેળવવાનો મજબૂત આધાર બનશે.

આ પ્રસંગે ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને BAOUના કુલપતિ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાય સહિતના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment