હિન્દ ન્યુઝ,
બીમહિલા અને બાળવિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા કર્મયોગી દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ -૨૦૧૩ અંતર્ગત જાગૃતિ સેમીનાર યોજાયો હતો.
દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી સોનલ રાઠોડે આઈ.સી.ડી.એસ અને મહિલા પાંખના કાર્યો અને માળખા વિશે જાણકારી આપી હતી. ઉપરાંત તેમણે ઘરેલુ હિંસા, દહેજ પ્રતિબંધક અને કામકાજના સ્થળે જાતિય સતામણીના કાયદાની મુખ્ય જોગવાઈઓ, શબ્દપ્રયોગ-ચેષ્ટા સહિત જાતિય સતામણીના પ્રકાર, સંગઠિત-અસંગઠિત ક્ષેત્રની જોગવાઈઓ, સતામણીનો ભોગ બને તો ફરિયાદ, સ્થાનિક-આંતરિક સમિતિની રચના,વળતર અને રાહત વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી.
