ડાંગના રાજવીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા પ્રભારી મંત્રી જયરામભાઈ ગામિત

હિન્દ ન્યુઝ, ડાંગ    અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત સહિતના મહાનુભાવોએ ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક કાર્યક્રમનુ ઉદ્ઘાટન કર્યું હતું. આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ‘ડાંગ દરબાર’ની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા મંત્રી શ્રી ગામિતે રાજા, રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા, ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શુરવિરતા, શૌર્યગાથા, અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ ઉમેર્યુ હતુ. પોતાના પ્રાસંગિક વક્તવ્યમા મંત્રીએ ‘ડાંગ દરબાર’નો ઇતિહાસ વર્ણવી…

Read More

વર્તમાન સમયમાં સારો ખોરાક લેવા છતાં લોકોને કાર્ડિયાક એરેસ્ટ – હૃદય સંબંધી બિમારીથી મૃત્યુ થઈ રહ્યા છે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      જ્યારે પ્રકૃતિના નિયમોને અનુસરવામાં ચૂક કરીએ છીએ ત્યારે વિપરીત પરિણામો મળે છે, શારીરિક સ્વાસ્થયના સંદર્ભમાં આયુર્વેદ પણ તેવું જ કંઈક કહે છે, વર્તમાન સમયમાં આરોગ્યલક્ષી સમસ્યાઓ જુદા જુદા સ્વરૂપમાં વધી છે, ત્યારે ફરી પ્રકૃતિ અને આયુર્વેદના સિદ્ધાંતોને અનુસરવા માટે ‘સમય’ આપણને ટકોર કરી રહ્યો છે.  હાલની આરોગ્યલક્ષી સમસ્યાઓ પ્રત્યે અંગુલીનિર્દેશ કરતા જૂનાગઢ આયુર્વેદ કોલેજના ક્રિયાશરીર વિભાગના ડૉ. પંકજ કોઠારી જણાવે છે કે, વર્તમાન સમયમાં સારો ખોરાક લેવા છતાં લોકોને કાર્ડિયાક એરેસ્ટ – હૃદય સંબંધી બિમારીથી મૃત્યુ થઈ રહ્યા છે, તેની પાછળ વ્યક્તિ પોતાની દિનચર્યા અને…

Read More

ગુજરાત હવે સેમિકન્ડક્ટર હબ બનીને વૈશ્વિક બજારની જરૂરિયાતો સંતોષવા માટે સંપૂર્ણપણે સજ્જ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા     પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન સાણંદ ખાતે ₹22,516 કરોડના રોકાણથી નિર્મિત ‘માઇક્રોન ટેક્નોલોજી’ના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ચિપ ઉત્પાદન ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવામાં આ પ્રોજેક્ટ નિર્ણાયક સાબિત થશે. માઇક્રોન ટેક્નોલોજીના આ પ્લાન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે અનિવાર્ય એવા SSD અને રેમ (RAM) જેવા સ્ટોરેજ ઉપકરણોનું નિર્માણ કરવામાં આવશે; આ પહેલ દ્વારા અંદાજે 5000 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે, જેમાં દિવ્યાંગોને પણ સમાન તક આપીને સર્વસમાવેશી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.

Read More

VNSGU- ૫૮મો પદવીદાન સમારોહ

હિન્દ ન્યુઝ, સુરત       VNSGU ના ૫૮મા પદવીદાન સમારોહમાં ‘ગામીત જાતિનું લોકસાહિત્ય-સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિ અને લોકબોલીના સંદર્ભે’ વિષય પર પી.એચ.ડીની ડિગ્રી મેળવી વ્યારાના ૬૦ વર્ષીય પ્રો.વસંતભાઈ ગામીતે સાબિત કર્યું કે, “A TEACHER IS PRIMARILY A STUDENT, THAN A TEACHER….”                  VNSGUના ગુજરાતી બોર્ડના ચેરમેન હોવાની સાથે છેલ્લા ૩૫ વર્ષોથી વ્યારા કોલેજમાં ગુજરાતી પ્રોફેસર તેમજ વાઈસ પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી રહેલા વસંતભાઈને કોરોના મહામારીના સમયમાં આવેલા વિચારને પરિણામ સ્વરૂપ આજે તેઓ Ph.Dની ડિગ્રી મેળવી ચુક્યા છે. તેમણે કહ્યું કે, પોતાની વર્ષો જૂની…

Read More

ત્રિ-દિવસીય ‘આયુષ મેળો-૨૦૨૬’ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જૂનાગઢ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘આયુષ મેળો-૨૦૨૬’ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન થયું હતું.  કોલેજ પરિસરમાં યોજાયેલી આ સ્પર્ધામાં આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતા ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આકર્ષક અને સર્જનાત્મક રંગોળીઓ રજૂ કરી હતી.  સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ જુદા જુદા રંગો અને પરંપરાગત ડિઝાઇનનો ઉપયોગ કરીને આયુર્વેદનો સંદેશ અસરકારક રીતે રજૂ કર્યો હતો. કેટલીક રંગોળીઓમાં આરોગ્ય જાગૃતિ અને દૈનિક જીવનમાં આયુર્વેદના મહત્વને પ્રતીકાત્મક રીતે દર્શાવવામાં આવ્યું હતું. આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, કલાત્મક અભિવ્યક્તિ અને ભારતીય સંસ્કૃતિ…

Read More

જૂનાગઢ ખાતે BLS (બેઝીક લાઈફ સપોર્ટ) એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      જુનાગઢ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલી ને ફાળવામાં આવેલ BLS (બેઝીક લાઈફ સપોર્ટ) એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને જિલ્લા વિકાસ અધિકા એચ.પી. પટેલ એ લીલી ઝંડી આપી હતી. જુનાગઢ જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ મજબુત બને અને વધુ અસરકારક રીતે તાત્કાલીક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બને તે માટે સરકારની યોજનાના અનુસંધાને સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલીને અંદાજીત રૂપીયા ૩૨ લાખના ખર્ચે એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે.જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ફાળવવામાં આવેલ આ એમ્બ્યુલન્સથી આરોગ્ય સેવાઓને ગામડા અને દૂરના વિસ્તારોમાં…

Read More

કડોદરામાં ‘સ્વદેશી મેળા’ દ્વારા નારીશક્તિ અને સ્થાનિક કલાને મળ્યું પ્રોત્સાહન

હિન્દ ન્યુઝ, કડોદરા     શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (ગુજરાત શહેરી આજીવિકા મિશન) તથા કડોદરા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કડોદરા ચાર રસ્તા પાસે આવેલા અકળામુખી મંદિર ગ્રાઉન્ડ ખાતે તા.૨ માર્ચ સુધી આયોજિત સ્વદેશી-મેળાનો પ્રારંભ થયો છે.               વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાના ઉમદા હેતુથી આયોજિત આ મેળાને આજે જ કડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ નારાયણીબેન શર્મા, અંકુરભાઈ દેસાઈ, ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી તથા સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે નારાયણીબેને મેળાના આયોજનોથી સ્થાનિક સ્તરે કારીગરોની સુષુપ્ત…

Read More

₹6.97 કરોડની પ્રોત્સાહક સહાય સિંગલ ક્લિકથી ખેડૂતોના બેંક ખાતામાં જમા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં નવા જોડાયેલા 33 જિલ્લાઓના 35829 ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખરીફ ઋતુ માટે એક એકર માટે ₹2000ની સહાયનું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહમાં DBTથી વિતરણ કર્યું..l ઉલ્લેખનીય છે કે, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર ત્રણ-ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર એમ 1015 ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહક સહાય પૂરી પાડવામાં આવે છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ…

Read More

‘વારસો અને વિરાસત’નો અનોખો સંગમ : ‘ડાંગ દરબાર’

હિન્દ ન્યુઝ, ડાંગ    પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘વારસો અને વિરાસત’ વિશે વારંવાર ભાર મૂકે છે. તેમના મતે “આપણો વારસો માત્ર ભૂતકાળનું ગૌરવ નથી, પરંતુ ભવિષ્ય માટેની પ્રેરણા અને માર્ગદર્શન પણ છે.” આ બાબતને ચરિતાર્થ કરતો ડાંગ જિલ્લાનો એકમેવ ઉત્સવ એટલે ‘ડાંગ દરબાર’. ભારતની હજારો વર્ષની સંસ્કૃતિ, પ્રકૃતિ, પરંપરા, યોગ, આયુર્વેદ, વેદો અને લોકકલાઓ આપણા રાષ્ટ્રની ઓળખ છે. આ વિરાસતને જાળવવી અને નવી પેઢી સુધી પહોંચાડવી એ આપણી જવાબદારી છે. “વિકાસ પણ, અને વિરાસત પણ” ના પ્રધાનમંત્રીના મંત્ર અનુસાર, આધુનિક વિકાસ સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું સંરક્ષણ જરૂરી છે. તો આપણા ઐતિહાસિક સ્થળોનું…

Read More

‘ડાંગ દરબાર’ માં રજૂ થયા રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમો

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લાના ‘પોતિકા’ ઉત્સવ એવા ‘ડાંગ દરબાર ‘ના પ્રારંભ સાથે ડાંગના દરબારીઓને રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની રમઝટ માણવા મળશે.  ‘ડાંગ દરબાર’ ના ઉદઘાટન સમારોહ અગાઉ આહવાના જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી રાજવીઓની ભવ્ય શોભાયાત્રા દરમિયાન ડાંગ જિલ્લાના વિખ્યાત નૃત્યો જેવા કે પાવરી નૃત્ય, ડાંગી નૃત્ય, ભવાળા નૃત્ય, તમાશા અને રામાયણ નૃત્ય નાટિકા, ભજન પાર્ટીની ધૂન, ડાંગી કોમેડીના તડકા સાથે ડાંગ બહારના વેસ્ટ ઝોનના વિખ્યાત રાઠવા નૃત્ય અને સિદ્દી ધમાલ નૃત્યોની રમઝટ પ્રજાજનોએ માણી હતી. આ સાથે ‘ડાંગ દરબાર’ ના ઉદઘાટન કાર્યક્રમ વેળા ‘રંગ ઉપવન’ ના રંગમંચ…

Read More