હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર,
જેતપુર ગામના તીનબત્તી વિસ્તારમાં ગ્રામપંચાયત દ્વારા લોકાર્પણ- ખાતમુહુર્ત અને કોરોના ટેસ્ટીંગ કેમ્પનો કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની ઉપસ્થીતિમાં રાખવામાં આવ્યો હતો. જેમાં જેતપુર ગ્રામપંચાયત દ્વારા નાખેલ 53 જેટલા સીસીટીવી કેમેરા અને 100 જેટલા પબ્લીક એડ્રેસિંગ સિસ્ટીમના સ્પીકરોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે ગુજરાત સરકારની માદરે વતન યોજના અંતર્ગત ગામના તીનબત્તી વિસ્તારમાં અમેરિકાના રહેતા એવા સુનિલ નગીનલાલ શાહની લોકભાગીદારીથી સ્વ.નગીનલાલ પુંજાલાલ સર્કલનું પણ તેમના પુત્ર દિનેશભાઇ અને પરિવાર દ્વારા ખાતમુહ્રત કરવામાં આવ્યું હતું.
આ સાથે ગ્રામપંચાયત દ્વારા વિનામુલ્યે કોવીડ ટેસ્ટીંગ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા 51 લોકોના કોવીડ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સરપંચ મોન્ટુ શાહે જણાવ્યું હતું કે, આજે લોકાર્પિત થયેલ સીસીટીવી કેમેરા અને પબ્લીક એડ્રેસિંગ સિસ્ટમ માટે અંદાજીત 45 લાખ જેટલો ખર્ચ થનાર છે, જેમાં ડીડીઓ દ્વારા 15 લાખ જેટલી ગ્રાન્ટ અને બાકીની તમામ રકમ ગ્રામ પંચાયત દ્વારા થશે થનાર છે. બાકી રહેતા વધારાના 10 જેટલા કેમેરા અને 35 જેટલા સ્પીકર પણ બીજા તબક્કામાં નાખવામાં આવશે. ભારે જનમેદની વચ્ચે જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના સંબોધનમાં સરપંચની માંગણી મુજબ નવીન મોડેલ ગ્રામ પંચાયત ઘર બનવવા માટેની મંજુરીની ભેટ પણ ગામને અર્પણ કરી હતી.
રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર