ગત તારીખ 31-01-2020 ના રોજ નિકાવા ખાતે “શ્રી ગાયત્રી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” સંચાલિત “શ્રી નવજીવન વિદ્યાલય” ખાતે “દેવસેના” (હિન્દુ સંગઠન) ના રાષ્ટ્રીય મીડિયા સેલ પ્રભારી ડો.સીમાબેન પટેલ દ્વારા “શ્રી નવજીવન વિદ્યાલય” ના વિદ્યાર્થીનીઓને 101 “શ્રીમદ ભાગવત ગીતા” નું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ “શ્રીમદ ભાગવત ગીતા” વિતરણ કાર્યક્રમ માં સંબોધનમાં ડો. સીમાબેન પટેલે જણાવ્યું હતું કે “શ્રીમદ ભાગવત ગીતા” વિતરણનો મુખ્ય ઉદ્દેશ બાળકને ગીતાના વાંચનથી ધર્મનો જ્ઞાન વધે સાથે બાળકો દ્વારા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં સહયોગ મળે તેવા ઉદ્દેશ્ય થી “શ્રીમદ ભાગવત ગીતા” વિતરણનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ડો. સીમાબેન પટેલ દ્વારા આ કાર્યક્રમમાં જણાવ્યા અનુસાર તેઓ ટૂંક સમયમાં જામનગર ખાતે અગિયાર હજાર અગિયાર (11,011) “શ્રીમદ ભાગવત ગીતા” નું વિતરણ કરવાનું આયોજન કરનાર છે.
આ કાર્યક્રમમાં “શ્રી નવજીવન વિદ્યાલય” નિકાવા ના સંચાલક શ્રી તુષારભાઈ સાહેબ, શ્રી વિશાલભાઈ રામાણી સાહેબ, અને શ્રીમતી કૈલાસબેન વાદી, ઉપસ્થિત મહેમાનોમાં શ્રી જયેશભાઈ ચીખલીયા, શ્રીમતી મંજુલાબેન ચીખલીયા અને વિદ્યાલયના તમામ શિક્ષિકાઓ હાજર રહ્યા હતા. સાથે આ કાર્યક્રમમાં “દેવસેના” સંસ્થાના જામનગર મહિલા પ્રકોષ્ઠ પ્રમુખ શ્રીમતી હર્ષાબેન રાવલએ આ કાર્યક્રમ કરવામાં સહકાર આપ્યો હતો. સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીમતી કૈલાસબેન વાદીએ ભારે જહેમત ઊઠાવી હતી.