હિન્દ ન્યુઝ, કોડીનાર
કોડીનાર તાલુકા ના દેવળી (દેદાબાપાની) ગામના અને ગુજરાત રાજ્ય ખેતીવાડી ખાતું અને ગુજરાત કૃષિ યુનિવર્સિટી માં કૃષિ વિસ્તરણ અને શિક્ષણ ની મહત્વ ની કામગીરી ૩૬ વર્ષ સુધી નિભાવી અને છેલ્લે ૧૮ વર્ષ પહેલા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે થી નિવૃત્તિ લઈ અને હાલ કોડીનાર પંથક માં નિવૃત્તિ માં જ પ્રવૃત્તિ ના જીવનમંત્ર સાથે કાર્યકર્તા ડો.એ. ઓ.ખેર હાલ પોતાની ૭૯ વર્ષ ની ઉંમરે ભારત રત્ન રાજીવગાંધી ગોલ્ડ મેડલ થી સન્માનિત થતા પોતાના દ્વારા કરવામાં આવેલ નિસ્વાર્થ ભાવે સંપૂર્ણ સમર્પિત થઈ પ્રામાણિક પણે કરેલું કામ નો કોઈ વિકલ્પ નથી તે ગમે ત્યારે બોલશે ચાહે તમારા મૃત્યુ પછી પણ. આવું દ્રઢ મનોબળ ધરાવતા ખરા અર્થ માં ખેડૂતો ના હામી ડો.એ.ઓ.ખેર નું માનવું છે કે કૃષિ વિસ્તરણ અને શિક્ષણ નું મુખ્ય કામ ખેડૂતો ની સમસ્યા કૃષિ સંશોધન કરતા વૈજ્ઞાનિકો સુધી અને તેમણે અથાગ પ્રયત્નો કરી અને લાવેલ સંશોધિત પરિણામો વપરાશ કરતા ખેડૂત સમાજ સુધી ના પોહચે તો બધું વ્યર્થ છે. માટે ડો.એ.ઓ.ખેરે તેમના કાર્યકાળ માં ૬૫ કૃષિ સંશોધન લેખો દેશ વિદેશ ના પ્રતિષ્ઠિત જનરલ્સ માં પ્રકાશિત કર્યા. ૧૦૦ વધુ ખેત ઉપયોગી લેખો, પુસ્તકો, ૧૦૦ વધુ વાયુ વાર્તાલાપ, ૫૦ વધુ દૂરદર્શન કાર્યક્રમો, આકાશવાણી, કૃષિ શિક્ષણ કાર્યક્રમો, પત્ર વ્યવહાર કાર્યક્રમો, સ્થળ પર જ પાક નિદર્શનો આ ઉપરાંત અનેક ગામડે ગામડે ફરી લોક સંપર્ક દ્વારા ખેડૂત ભાઈ બહેનો ને ખેતી, પશુપાલન, ડેરી, માળી, બેકરી, ગૃહ વિજ્ઞાન, બાગાયત જેવા અનેક ક્ષેત્રે તાલીમ નું માળખું પોતાના કાર્યકાળ દરમ્યાન તૈયાર કરી અને નિવૃત્તિ લીધા બાદ કોડીનાર તાલુકા આસપાસ ના ગામો ના લોકો ને પણ હજુ અત્યારે પણ કેમ ખેતી કરવી ક્યારે કરવી તેવી માહિતી તદ્દન ફ્રી સ્વખર્ચે શક્ય હોય તો સ્થળ પર જય આપે છે. માટે ખરા અર્થ માં ખેડૂત સેવાની અખંડ જ્યોત ચાલુ કરેલી છે. સાથે સાથ તમને ભૂતકાળમાં શરૂ કરેલ પ્રાચીન વર્ષા વિજ્ઞાન ની આજ પણ સચોટ નોંધ લેવાઈ છે. જેમનો પણ શ્રેય ડો.એ.ઓ.ખેર ને જય છે. આ સાથે ડો.એ.ઓ.ખેરે કૃષિ યુનિવર્સિટી, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા એ ૨૫ જેટલી કમિટિ ઓ માં સભ્ય થી માંડી ને પ્રમુખ સુધી ના ચાવી રૂપ હોદ્દા પર રહી સારું કાર્ય કરી નવતર છાપ ઉભી કારેલ છે. તેમજ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર ના ડિરેક્ટર બોર્ડ માં ભારત સરકાર દ્વારા નિમણુંક અને જી.પી.એસ.સી માં માર્ગદર્શક ની મુખ્ય કામગીરી પણ ડો.ખેરે નિભાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર માટે આજે તો ખરા અર્થે માં આવી બહુમુખી પ્રવૃત્તિ ઓ ની યાદગાર સેવાઓ ને ધ્યાન માં લઈને ભારત સરકાર માન્યગ્લોબલ ઇકોનોમિક પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ અસોસિએશન દ્વારા ભારત રત્ન રાજીવ ગાંધી ગોલ્ડમેડલ કોડીનાર ના ડો.એ ઓ ખેર ને અર્પણ કરી કોડીનાર પંથક માં ખેતી શિક્ષણ ક્ષેત્રે સોનાનો સુરજ ઉગાડી ને ખેડૂતો માં નવો જોશ આવ્યો હોય તેમ સમગ્ર તાલુકા માં અને કારડીયા રાજપૂત સમાજ માં ડો.એ.ઓ.ખેર ના કર્યો ની ખૂબ પ્રશંસા થઇ રહી છે.
રિપોર્ટર : અગ્રાવત ભગીરથ, કોડીનાર