હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા
લાખણી થી વાસણા થી ડુચકવાડા દિયોદર જતા દોઢીયા રોડ ઉપર વરસાદી પાણી ભરાઇ જતા રોડ ના નબળાં કામ ના કારણે રોડ દબાઇ જતાં મોટા મોટા ખાડા પડવા થી ગુરૂવાર ના સાંજે લાખણી નજીક પસાર થતી ટ્રક ખાડામાં બન્ને ટ્રક એક સાથે ફસાઇ જતા ટ્રાફિક જામ થઇ જતાં અવરનવર જતાં વાહન ચાલકો અટવાયા હતા, ત્યારે વાહન ચાલકો માં ભારે રોષ સર્જાયો હતો, ત્યારે બાદ j c b મદદ થી ટ્રકને બારે નીકળવામાં આવી હતી તથા રાહદારીઓ આ બિસ્માર રસ્તાના કારણે હેરાન પરેશાન થઇ રહ્યા છે, ત્યારે ઘણાં વાહનચાલકો ને આ બિસ્માર રોડ કારણે અકસ્માત નો ભોગ બનવું પડે છે, ત્યારે આજુબાજુ થી પસાર થતા વાહન ચાલકોની કહેવું એવું છે કે અહી દર વર્ષે પાણી ભરાઇ જતાં વાહન પસાર કરવું મુશ્કેલી પડે છે. લોકોની માંગ એવી છે કે ચોમાસે બિસ્માર બનેલો રોડ ને ઉંચો ઉપાડી ને રીપેરીંગ કરવાની કામગીરી શરૂ કરવા તેવી લોક માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર