કઠોર,
સુરત જીલ્લા માં આવેલ કઠોર ગામ ની જાણીતી જનરલ હોસ્પિટલ માં ઉમ્મહ વેલ્ફેર ટ્રસ્ટ (યુ.કે )ના સહયોગ થી કઠોર મેડીકલ ટ્રસ્ટ સંચાલિત હાજી ડી.એમ.લોખાત અને મીસીસ અમીના સુલેમાન દાદાભાઇ જનરલ હોસ્પિટલ માં આવતી કાલે એટલે કે તારીખ: 13/09/2020 રવિવાર ના સવારે 10 થી બપોર 01 દરમિયાન આંખ ના સ્પેશિયલ ડૉક્ટર દ્વારા આંખો રોગો થી પિડાતા દર્દીઓની સારવાર , તપાસ તથા જરૂરિયાત મુજબ મોતીયાના ઓપરેશન કેમ્પ ઉમ્મહ વેલ્ફેર ટ્રસ્ટ ના સહયોગ થી મફત કરવામાં આવશે.
અગાઉ પણ આવા ઘણા મફત સારવાર કેમ્પ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા. કઠોર નાં અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર નાં લોકો આ આવેલ તક નો લાભ લેવા જણાવાયું છે.
રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત