જોડિયા,
આજરોજ લીંબુડા ગામે કોરોના મહામારી અંતર્ગત આયુર્વેદિક હોસ્પિટલ જોડિયાના સહયોગથી તાલુકા પંચાયત જોડિયા અને મામલતદાર કચેરીના આયોજનથી ઉકાળા વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. લોકો બહોળી સંખ્યામાં ઉકાળાનું સેવન કરી રહ્યા છે. આ કામગીરી લીંબુડા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષક મિત્રો તેમજ આશા વર્કર અને ગામ ના સરપંચ બીપીનભાઈ નાગપરા ની હાજરીમાં તેમજ આ સમયે તાલુકા વિકાસ અધિકારી જે.એચ. સોરઠીયા હાજર રહેલ તાલુકા વિકાસ અધિકારીએ ઉકાળા વિશે મહત્વની જાણકારી આપી અને આ કાર્યક્રમ પાંચ દિવસ સુધી દરરોજ તાલુકાના તમામ ગામની આંગળવાડી ખાતે ચાલુ રહેશે.
રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા