જુનાગઢ જિલ્લાના માંગરોળમાં કગરાણા પરિવારના નિવૃત કેળવણી નિરીક્ષકનું થયેલ ચક્ષુદાન

માંગરોળ,

માંગરોળમાં તા.૧૧-૦૧-૨૦૨૦ પોષ વદ એકમના દિવસે કગરાણા પરિવારના સ્વ.પ્રવિણભાઈ દામોદરભાઈ કગરાણા(નિવૃત કે.નિ.)(ઉ.વર્ષ.૭૫) {રહે.છાપરા સોસાયટી.}કે જેઓ વિમલભાઈ કગરાણાના પિતાશ્રી થાય છે જેમનુ હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયેલ છે.
આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા મૃતકના ચક્ષુનુ દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આથી માંગરોળના પ્રફુલકાકા નાંદોલા દ્વારા “શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર આરેણા”ના સંચાલકને જાણ કરતાં આરેણા ગામના રાકેશબાપુ યોગાનંદીદ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યાં હતા. જેમને સહકાર આપવામાં વિશાલભાઈ જોટવા અને સહદેવભાઈ જોટવાહાજર રહ્યા હતા. આ બંન્ને ચક્ષુ કરશનભાઈ વાજાએ વેરાવળ સ્થિત મુનિ સંત બાલાજી આઈ બેંકને પહોંચાડયા હતા.
સ્વર્ગસ્થ પ્રવિણભાઈ શિવમ્ ચક્ષુદાન દ્વારા થતી ચક્ષુદાનની પ્રવૃતિને ખુબ સારો એવો સહકાર આપતા હતા.તેઓ અવારનવાર શિવમ્ ચક્ષુદાન ટીમને પત્ર પણ લખતા હતા.પ્રફુલકાકા નાંદોલા પણ વિવિધ સેવાકીય સંગઠનો સાથે જોડાયેલ છે,તેઓ પણ ચક્ષુદાનની પ્રવૃતિ અંગે હંમેશા પ્રયત્નશીલ રહે છે.તેઓ પણ ચક્ષુદાનની ટીમ આરેણાને સારો એવો પ્રતિસાદ આપે છે તેમજ જરુર જણાય ત્યાં સહકાર આપવાની પુરેપુરી તૈયારી બતાવી રહ્યા છે.શિવમ્ ચક્ષુદાન આરેણાને પ્રવિણભાઈએ પોતાની હયાતીમાં આપેલ સહકાર તેમજ આ ભુલોકને છોડી પરલોક જતા જતા પોતાના ચક્ષુનુ દાન કરીને પોતાનો દેહ પાવન કર્યો છે અને માનવસેવાના કાર્યમાં પોતાનુ યોગદાન આપ્યુ છે તેને શિવમ્ ચક્ષુદાન હંમેશ માટે યાદ રાખશે.અને ખરા હદયથી શ્રધ્ધાંજલી અર્પે છે.તેમજ પ્રફુલકાકા નાંદોલા દ્વારા મળતા સહકાર બદલ તેમનો પણ આભાર માને છે.
આજના આ ચક્ષુદાનમાં સિવિલ હોસ્પિટલ માંગરોળના દરેક સ્ટાફ દ્વારા પુરેપુરો સહકાર આપવામાં આવ્યો છે.
આ દુઃખદ સમયે પરિવારને સાંત્વના આપવા માટે સગાવહાલાં અને પાડોશીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહી આ પરિવારના દુઃખમાં સહભાગી બન્યા હતા.
મહર્ષિ દધિચીએ પૂરાણોમાં કરલે વર્ણન મુજબ પોતાના અંગોનુ દાન કર્યુ હતુ.આજના આ કગરાણા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાનથી આપણા પૂરાણોના દાનને સાર્થક કર્યો છે. આજના આ ચક્ષુદાન ના કાર્યથી તેમણે સમાજને ચક્ષુદાન એ મહાદાનનો મહિમા સમજાવ્યો છે. કગરાણા પરિવાર દ્વારા થયેલ આ કાર્યથી અન્ય સમાજને પ્રેરણા મળશે.
કગરાણા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ, સરકારી હોસ્પિટલના આંખના સર્જન ધડુકસાહેબ, શ્રી ડુંગગુરુ સ્થા.જૈન યુવક મંડળ-જુનાગઢ, સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ તેમજ માંગરોળ તાલુકાના પત્રકાર મિત્રો દ્વારા બિરદાવવામાં આવે છે અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તી પ્રભુ આપે તેવી પ્રાર્થના તેમજ ગોલોકવાસી પ્રવિણભાઈના આત્માને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના.

રિપોર્ટર : મીલન બારડ, માંગરોળ

Related posts

Leave a Comment