હિન્દ ન્યુઝ, દાહોદ
ગરબાડા CHC ખાતે પોષણ માસ નિમિત્તે “આપણી આંગણવાડી, આપણી જવાબદારી” વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો સુધીર જોશીએ પોષણ, આંગણવાડીની કામગીરી તથા બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓના આરોગ્ય અને પોષણ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં CHCના મેડિકલ ઓફિસર , ડેન્ટલ સર્જન, હોમિયોપેથીક તબીબ તથા CHC નો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
ઉપસ્થિત સૌએ પોષણ જાગૃતિ વધારવા અને આંગણવાડીની સેવાઓને વધુ અસરકારક બનાવવામાં સહભાગી થવાનો સંકલ્પ કર્યો હતો.
